Bajaj Chetak 3201 : ટુ વ્હીલર નિર્માતા બજાજે તેની સૌથી વધુ વેચાતી ચેતક 3201ની સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. આ ધાકડ EV સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થયા પછી 136 કિમી સુધી ચાલશે. યુવાનો માટે આ સ્કૂટરમાં નવા કલર અને લક્ઝરી ફીચર્સ આપવામાં આવ્યા છે. બજારમાં, આ સ્કૂટર તેની કિંમત શ્રેણીમાં TVS iQube સાથે સ્પર્ધા કરે છે. બજાજ આ નવું સ્કૂટર 1.28 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઓફર કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે તે એમેઝોન પર પણ ઉપલબ્ધ છે.
View this post on Instagram
નવા સ્કૂટરમાં કલર TFT ડિસ્પ્લે અને ડિજિટલ મીટર.
આ નવું સ્કૂટર ખાસ બ્લેક થીમમાં રજૂ કરવામાં આવ્યું છે, તેમાં આરામદાયક સિંગલ પીસ સીટ છે. આ સ્કૂટર નવી પેઢી માટે એડવાન્સ ફીચર્સ સાથે ઉપલબ્ધ હશે. તેમાં કલર TFT ડિસ્પ્લે અને ડિજિટલ મીટર છે. આ સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ઓટો હેઝાર્ડ લાઇટ આપવામાં આવી છે. સ્કૂટરમાં આકર્ષક LED હેડલાઇટ છે, તેમાં સ્ટાઇલિશ ટેલલાઇટ છે, જે તેના દેખાવને વધારે છે.