Bajaj Chetak Blue : બજાજ ચેતક બ્લુ 3202 ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.15 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. નવું વેરિઅન્ટ તેના અર્બન મોડલ કરતાં રૂ. 8,000 સસ્તું છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર એક જ ચાર્જિંગમાં 137 કિલોમીટરની રેન્જ આપવામાં સક્ષમ છે.
બુકિંગ અને રંગ વિકલ્પો.
બજાજે ચેતક બ્લુ 3202નું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. રસ ધરાવતા ગ્રાહકો માત્ર રૂ. 2,000ની ટોકન રકમ ચૂકવીને બુક કરાવી શકે છે. તે ફ્લિપકાર્ટ પર પણ વેચાણ માટે ઉપલબ્ધ થશે. કલર ઓપ્શનની વાત કરીએ તો તેમાં બ્રુકલિન બ્લેક, સાયબર વ્હાઇટ, ઈન્ડિગો મેટાલિક અને મેટ કોર્સ ગ્રે કલરનો સમાવેશ થાય છે.
પાવરટ્રેન અને સુવિધાઓ.
આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3.2 kWhની મોટી બેટરી છે. આ નવા બેટરી સેલ સાથે મળીને સ્કૂટરની રેન્જ 126 કિમીથી વધારીને 137 કિમી કરે છે. તેમાં ડે ટાઈમ રનિંગ લાઈટ્સ, એપ કનેક્ટિવિટી ઓપ્શન્સ, OTA અપડેટ્સ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, મ્યુઝિક કંટ્રોલ્સ, કોલ એલર્ટ્સ અને કસ્ટમાઈઝેબલ થીમ્સ સાથે રંગીન TFT ડિસ્પ્લે, ફોલો મી હોમ લાઈટ રિવર્સ ફીચર્સ પણ છે જેવા ફંક્શન અને સ્માર્ટ કી આપવામાં આવી છે.