Bajaj Housing Finance : માર્કેટ રેગ્યુલેટર સેબીએ બજાજ હાઉસિંગ ફાઈનાન્સ અને માનબા ફાઈનાન્સ સહિત પાંચ કંપનીઓને ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લોન્ચ કરવાની મંજૂરી આપી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જે કંપનીઓને આઈપીઓ લોન્ચ કરવાની મંજૂરી મળી છે તેમાં બજાર સ્ટાઈલ રિટેલ, ડિફ્યુઝન એન્જિનિયર્સ લિમિટેડ અને દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ઈન્ડિયાનો પણ સમાવેશ થાય છે.
દસ્તાવેજો અનુસાર, બજાજ હાઉસિંગ ફાઇનાન્સના રૂ. 7,000 કરોડના IPOમાં રૂ. 4,000 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર્સ અને મૂળ કંપની બજાજ ફાઇનાન્સ દ્વારા રૂ. 3,000 કરોડના મૂલ્યના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) સામેલ હશે. આ શેરનું વેચાણ ભારતીય રિઝર્વ બેંકના નિયમોનું પાલન કરવા માટે કરવામાં આવી રહ્યું છે, જે હેઠળ ઉપલા સ્તરની બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓને સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ કરવાની જરૂર છે. મનાબા ફાઇનાન્સનો સૂચિત IPO 1.26 કરોડ શેરનો સંપૂર્ણપણે નવો ઈશ્યુ હશે અને તેમાં કોઈ OFS હશે નહીં. હાલમાં, પ્રમોટરો મહારાષ્ટ્ર સ્થિત મનબા ફાઇનાન્સમાં 100 ટકા હિસ્સો ધરાવે છે.