‘Har Ghar Tiranga : સ્વતંત્રતા દિવસ પહેલા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે ભાજપના ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી 11 ઓગસ્ટથી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રમાં સત્તાધારી પક્ષ 11 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી તિરંગા યાત્રા પણ કાઢશે. આ સમયગાળા દરમિયાન દરેક ઘર, દુકાન અને ઓફિસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પક્ષના ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે, 15 ઓગસ્ટ, 78માં સ્વતંત્રતા દિવસના રોજ નાગરિકોને તેમના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી.
28મી જુલાઈના રોજ 112મી ‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું. તેમણે રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લેવા અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવાના વધતા ચલણ પર પ્રકાશ પાડ્યો. તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને વિનંતી કરી કે તેઓ ઘરો, ઓફિસો અને દુકાનો પર રાષ્ટ્રધ્વજ લહેરાવે તે સુનિશ્ચિત કરે.
રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની ઉજવણી કરવા જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેર અને જિલ્લામાં 8 થી 13 ઓગસ્ટ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમો યોજાશે. જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવશે.
આ તિરંગા યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાએ મેગા પરેડનું આયોજન કરવામાં આવશે, જેમાં શાળાના બાળકો, લોકનૃત્ય કલાકારો, પોલીસ બેન્ડ, સામાજિક સંસ્થાઓ આ પરેડમાં ભાગ લેશે. આ ઉપરાંત જિલ્લાની તમામ શાળાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, પ્રતિષ્ઠિત સ્થળો, પ્રવાસન સ્થળો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓમાં નિબંધ, ચિત્ર, રંગોળી અને દેશભક્તિ ગીત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮ ઓગસ્ટથી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત મારા નિવાસસ્થાને તિરંગો લહેરાવીને ગુજરાતમાં આ અભિયાનનો શુભારંભ કરાવ્યો.
ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનની ગૌરવભેર ભવ્ય… pic.twitter.com/UvY8AEvNHF
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 8, 2024
આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ જનજાગૃતિના કાર્યક્રમો અને નાટકો પણ યોજવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ અને જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ છે કે 8 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘તિરંગા યાત્રા’ કાઢવામાં આવશે.