Railway
Railway: કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2025-2026ના બજેટમાં રેલવે સુરક્ષા માટે અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી કરી શકે છે. એક અંદાજ મુજબ સરકારી બજેટમાં રેલ્વે સુરક્ષા પર 1.25 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવી શકે છે. મિન્ટે તેના એક અહેવાલમાં બે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ વખતે 15 ટકાથી વધુનો આ વધારો બજેટમાં રેલવેની વાર્ષિક ફાળવણીનો લગભગ અડધો ભાગ હોઈ શકે છે.
રેલ સુરક્ષા બજેટમાં વધારો
બજેટનો મોટો હિસ્સો અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે રોલિંગ સ્ટોક અને ટ્રેકને મજબૂત કરવા માટે ખર્ચવામાં આવશે. તમામ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રેનની સલામત મુસાફરી છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં સુરક્ષા સંબંધિત પ્રવૃત્તિઓ માટે 1.08 ટ્રિલિયન રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું.
ગયા વર્ષ એટલે કે 2024ની સરખામણીએ બજેટમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તે વર્ષે સુરક્ષાને મજબૂત કરવા માટે 1.01 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એક વર્ષ વધુ પાછળ જઈએ એટલે કે નાણાકીય વર્ષ 2022-23માં રેલ્વે સુરક્ષા પાછળ કુલ રૂ. 87,327 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જાળવણી પર સૌથી વધુ ખર્ચ
ફાળવેલ ભંડોળ મુખ્યત્વે મોટિવ પાવર અને રોલિંગ સ્ટોક, મશીન અને ટ્રેક રિન્યુઅલ પર ખર્ચવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં પણ ટ્રેકને સુધારવા માટે કુલ રૂ. 17,652 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને કુલ રૂ. 31,494 કરોડ રોલિંગ સ્ટોક મેન્ટેનન્સ પાછળ ખર્ચવામાં આવશે.
રેલ્વે અકસ્માતોમાં ઘટાડો
સુરક્ષા પરના ખર્ચને કારણે જ તાજેતરના સમયમાં ટ્રેન અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે. ગયા મહિને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2014-15માં 135 રેલ્વે અકસ્માતો થયા હતા, જે 2023-24માં ઘટીને 40 થઈ ગયા છે. આ તમામ ઘટનાઓના મુખ્ય કારણોમાં ટ્રેક ફોલ્ટ, લોકોમોટિવ અને કોચની ખામી, સાધનોની ખામી અને માનવીય ભૂલો છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે 2004-2014 દરમિયાન ટ્રેન અકસ્માતોની સંખ્યા 1,711 હતી.
રેલ્વે સુરક્ષા પાછળ કેટલો ખર્ચ થયો?
રેલ્વે સુરક્ષા પ્રોજેક્ટ પર ખર્ચ 2.5 ગણો વધ્યો છે. જ્યાં 2004-14માં ખર્ચ રૂ. 70,273 કરોડ હતો, તે 2014-24માં વધીને રૂ. 1.78 ટ્રિલિયન થયો હતો. આ સમયગાળા દરમિયાન, ટ્રેકને સુધારવા માટે 2.33 ગણા વધુ નાણાં ખર્ચવામાં આવ્યા