Stock Market
છેલ્લા ઘણા સમયથી માર્કેટ ડાઉન ડ્રેન્ડમાં ચાલી રહ્યું હતુ. Nifty, Sensexમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો, બજેટ બાદ પણ આ ડાઉન ટ્રેન્ડ યથાવત હતો ત્યારે હવે આજે શેરબજારમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા અને બંધ થયા હતા. જે બાદ હવે શેર માર્કેટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે જાણીને રોકાણકારોની ખુશીનો પાર નહીં રહે.
બીએસઈના 30 શેરોવાળો સેન્સેક્સ 1,397.07 પોઈન્ટ અથવા 1.81 ટકાના વધારા સાથે 78,583.81ની એક મહિનાની ટોચે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 1,471.85 પોઈન્ટ અથવા 1.90 ટકા વધીને 78,658.59 પર પહોંચ્યો હતો.
ત્યારે તમને જણાવી દઈએ 7 ઓક્ટોમ્બરે માર્કેટમાં પહેલા Confirmed downside Rally આવી હતી જે તમે આ ઈમેજમાં જોઈ શકો છો જે બાદ 29 નવેમ્બરે માર્કેટ થોડુ ઉઠ્યું, પછી ફરી 20 ડિસેમ્બરે માર્કેટમાં Confirmed downside Rally આવી ગઈ હતીં.
આ વધઘટ વચ્ચે રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે એ છે કે ફરી એકવાર માર્કેટ બેઠું થવા જઈ રહ્યું છે ત્યારે આજે માર્કેટમાં ઉછાળા બાદ હવે Confirmed Upside Rally પણ આવી ગઈ છે. આ રેલી આજે 4 ફેબ્રુઆરીના રોજ આવી છે આથી ફરી માર્કેટ બાઉન્સ બેક કરી શકે છે.
અગાઉ 29 નવેમ્બરે 10 દિવસની નાની રેલી આવી હતી તેવી જ રેલી આજે બની છે જે અગાઉ કેટલાક દિવસો સુધી ચાલી શકે છે, આથી રોકાણકારો માટે આ મોટા સમાચાર છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી માર્કેટની સુસ્તીનો દરેક રોકાણકાર ભોગ બન્યા છે જે બાદ હવે આ Confirmed Upside Rally તેમના પોર્ટફોલીયોને ફરી ગ્રીનમાં બદલી શકે છે