BJP Candidate List:  ભાજપે રત્નાગીરી સિંધુદુર્ગ લોકસભા સીટ પરથી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. રત્નાગીરી સિંધુદુર્ગ લોકસભા સીટને લઈને ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. શિવસેના તરફથી દાવો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ઉદય સામંતના ભાઈ કિરણ સામંત ત્યાંથી ચૂંટણી લડવા માંગતા હતા હવે તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. નારાયણ રાણે હવે ભાજપના ઉમેદવાર હશે. મહાવિકાસ અઘાડી તરફથી વિનાયક રાઉતે (UBT સેના) ગઈકાલે સિંધુદુર્ગમાંથી ઉમેદવારી નોંધાવી છે.

Share.
Exit mobile version