BJP-Shiv Sena Tension: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને NDAની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનમાં કંઈ જ યોગ્ય લાગતું નથી. સીટોની વહેંચણીને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, શિવસેનાના 58મા સ્થાપના દિવસની ઉજવણીમાં રામદાસ કદમે લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણીમાં વિલંબ માટે ભાજપ અને અજિત પવાર પર નિશાન સાધ્યું છે.
ભાજપ અને અજિત પવાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, જો શિવસેના (શિંદે જૂથ) લોકસભાના ઉમેદવારોની જાહેરાત ભાજપની જેમ બે મહિના અગાઉ કરી દેવામાં આવી હોત તો અમે પણ 15 બેઠકો જીતી શક્યા હોત. જ્યારે અમે અમારા ઉમેદવારોની જાહેરાત કરી ત્યારે ભાજપ વચ્ચે આવ્યો. તેમણે આ બેઠકો પર પોતાનો દાવો રજૂ કર્યો હતો.
100 સીટોની માંગ
ઉદ્ધવ ઠાકરેએ ભાજપમાં પાછા ફરવાનો ઈન્કાર કર્યો.
તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર ભાજપમાં પાછા જઈ શકે છે. આવી સ્થિતિમાં તેમની વાપસી અંગે તેમણે કહ્યું કે, લોકો ચર્ચા કરી રહ્યા છે કે હું ફરીથી ભાજપ સાથે જાઉં છું, શું હું જાઉં, ના, જેઓએ અમને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો છે તેમની સાથે હું કેવી રીતે જઈશ. હું તેમની સાથે કેવી રીતે જઈ શકું? તેઓ કહે છે કે અમને મુસ્લિમોના વોટ મળ્યા છે, હું કહું છું કે હા, મને હિન્દુઓના વોટ મળ્યા અને મુસ્લિમોના વોટ પણ.
સંજય રાઉતે પણ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ‘આ શિવાજી મહારાજનું મહારાષ્ટ્ર છે, અમે તમારા જેવા કટ્ટરપંથી સામે ઝૂકીશું નહીં. મોદીને જો કોઈએ ખુલ્લા પાડ્યા હોય તો તે ઉદ્ધવ ઠાકરે છે.