અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની વિધિવત શરૂઆત કરાઈ છે. આજથી અંબાજી ભાદરવી મહાકુંભની રંગેચંગે શરૂઆત થઈ છે. દાંતા રોડ પર અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટદારે રથ ખેંચીને મેળાની શરુઆત કરી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પરીવાર સાથે પૂજામાં જાેડાયાં હતા. નાની બાળકીએ રથ સાથે પૂજા અર્ચના કરી હતી. તો અંબાજી માતાજીની આરતી કરવામાં આવી હતી.
ભક્તિ શક્તિ અને અસ્થાન કેન્દ્ર સમા માં અંબાના ધામ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમના મેહમેળાની શરૂઆત થઈ છે. ત્યારે અંબાજી નજીક વેંકટેશ માર્બલ પાસે માતાજીનો રથ લાવવામાં આવ્યો હતો. આ રથનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરે રથની પૂજા અર્ચના કરી હતી.

જ્યાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા મંત્રોચ્ચાર કરી માતાજીના રથની પૂજા કરાઈ હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરે રથને અંબાજી તરફ હંકારીને ભાદરવી પૂનમના મહાકુંભ મેળાનો શુભારંભ કરાવ્યો. હવે ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો ભક્તો માં અંબાના ધામમાં ઉમટી પડશે અને અરવલ્લીની ગિરિમાલમાં આવેલ અંબાજી બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. જાેકે પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે.

આજથી શરૂ થયેલો મેળો ૨૯ સપ્ટેમ્બર સુધી ચાલશે. ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આ વર્ષના મેળામાં ૩૫ થી ૪૦ લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના છે. આજથી બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી અંબાજી મંદિરનું પરિસર ગૂંજી ઉઠ્‌યું છે. યાત્રાળુઓ માટે ખાસ વોટર પ્રૂફ વિસામા બનાવવામાં આવ્યો છે. તો વિકલાંગ, સિનિયર સિટીઝન માટે રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે ૮ કરોડ રૂપિયાનું વીમા કવચ લેવામાં આવ્યું છે. અંબાજી ધામને રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવ્યું છે. ભક્તોની સુરક્ષા માટે ૬૫૦૦ પોલીસ કર્મચારીઓ મેળામાં તૈનાત કરાયા છે. આમ, લોખંડી બંદોબસ્ત વચ્ચે આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ છે.

Share.
Exit mobile version