stock market  :  નિવારે શેરબજારમાં ખાસ ટ્રેડિંગ સેશનમાં BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદીને કારણે સ્થાનિક શેરબજારો સતત ત્રીજા દિવસે વધ્યા હતા. આ સમયગાળા દરમિયાન BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 88.91 પોઈન્ટ અથવા 0.12 ટકા વધીને 74,005.94 ના સ્તર પર બંધ થયા છે. તે સત્ર દરમિયાન 245.73 પોઈન્ટ અથવા 0.33 ટકા વધીને 74,162.76 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 35.90 પોઈન્ટ અથવા 0.16 ટકા વધીને 22,502 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં, નેસ્લે, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, એચસીએલ ટેક્નોલોજીસ, હિન્દુસ્તાન યુનિલિવર અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ JSW સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ અને કોટક મહિન્દ્રા બેંક લાલ નિશાનમાં બંધ થયા છે.

FIIએ શુક્રવારે ખરીદી કરી હતી.

અમેરિકાના મોટાભાગના શેરબજારો શુક્રવારે તેજી સાથે બંધ થયા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ઘણા દિવસો સુધી સતત ઉપાડ કર્યા પછી શુક્રવારે ખરીદદારો બન્યા. શેરબજારના આંકડા અનુસાર શુક્રવારે વિદેશી રોકાણકારોએ રૂ. 1,616.79 કરોડના શેરની ખરીદી કરી હતી. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, “US ડાઉ જોન્સ રેકોર્ડ સ્તરે પહોંચવા સાથે સ્ટોક માર્કેટને વૈશ્વિક સમર્થન મળતું રહેશે. હવે FII પણ ખરીદદાર બની ગયા છે અને તેના કારણે બજાર પરનું દબાણ ઘટ્યું છે.

આજે શનિવારે બજાર કેમ ખુલે છે?
વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.85 ટકા વધીને US$83.98 પ્રતિ બેરલ થઈ ગયું છે. શુક્રવારે BSE સેન્સેક્સ 253.31 પોઈન્ટ વધીને 73,917.03 પર અને NSE નિફ્ટી 62.25 પોઈન્ટ વધીને 22,466.10 પર બંધ થયો હતો. NSE અને BSE એ 7 મેના રોજ જણાવ્યું હતું કે તેઓ તેમના પ્રાથમિક પ્લેટફોર્મ પર મોટી વિક્ષેપ અથવા નિષ્ફળતાનો સામનો કરવા માટે તેમની તૈયારીની તપાસ કરવા માટે 18 મેના રોજ ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ખાસ ટ્રેડિંગ સત્ર યોજશે. ખાસ ટ્રેડિંગ સેશન દરમિયાન, ટ્રેડિંગને પ્રાથમિક સાઈટ (PR) પરથી ઈમરજન્સી (DR) સાઈટ પર ખસેડવામાં આવશે. અગાઉ 2 માર્ચે પણ, BSE અને NSE એ ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ખાસ ટ્રેડિંગ સેશનનું આયોજન કર્યું હતું.

Share.
Exit mobile version