Budget 2024
Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત સાતમું બજેટ રજૂ કર્યું. આ નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ છે અને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ છે. બજેટના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે…
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સાતમું બજેટ છે અને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ છે.
બજેટમાં રોજગાર સર્જન પર વિશેષ ફોકસ
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. તેમણે બજેટમાં યુવાનોના કૌશલ્ય વિકાસ, શિક્ષણ, કૃષિ અને રોજગાર નિર્માણ જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપ્યું હતું. નાણામંત્રીએ દેશના પૂર્વીય રાજ્યોને આર્થિક વિકાસનું એન્જિન બનાવવા માટે વિશેષ યોજનાઓની પણ જાહેરાત કરી હતી. સફેદ સાડીમાં લોકસભા પહોંચેલા નાણામંત્રીએ 11 વાગે પોતાનું બજેટ ભાષણ શરૂ કર્યું હતું.
મોદી 3.0 ના પ્રથમ બજેટની વિશેષતાઓ:
1: 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે યુવાનો માટે 5 યોજનાઓ. 5 કરોડથી વધુ યુવાનોને ફાયદો થશે. રોજગાર નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે 3 યોજનાઓ.
2: કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. 1.52 લાખ કરોડની જોગવાઈ. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ખેડૂતો અને તેમની જમીનોને ફાયદો થશે. 6 કરોડ ખેડૂતો ખેડૂત અને જમીન રજીસ્ટ્રીના દાયરામાં આવશે.
3: પૂર્વીય રાજ્યો વિકસિત ભારતનું એન્જિન બનશે. બિહારને 3 એક્સપ્રેસ વે મળ્યા. 26 હજાર કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનાવવામાં આવશે. ગયામાં ઈન્ડસ્ટ્રીયલ હબ બનાવવામાં આવશે.
4: ઉત્પાદન ક્ષેત્રે રોજગારીનું સર્જન. પ્રથમ વખત કર્મચારીઓને EPFOમાં તેમના યોગદાન અનુસાર પ્રોત્સાહન મળશે. 30 લાખ યુવાનોને ફાયદો થશે.
5: દરેક નવા કર્મચારી માટે, કંપનીઓને 2 વર્ષ માટે દર મહિને 3-3 હજાર રૂપિયાનું વળતર મળશે. તેનાથી 50 લાખ લોકોને ફાયદો થશે.
6: ઔપચારિક ક્ષેત્રમાં કાર્યબળમાં જોડાનારાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ રૂ. 15,000 સુધીનો લાભ આપવામાં આવશે. 1 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ આ માટે પાત્ર હશે. 2 લાખથી વધુ યુવાનોને તેનો લાભ મળશે.