વાપીમાં ધોળા દિવસે ચાર ઈસમોએ મોબાઈલની દુકાનમાં દાદાગીરી કરી લૂંટ ચલાવી. રિપેર માટે આપેલો મોબાઈલ રિપેર ન હોવાથી ચાર શખ્સોએ દુકાનદાર સાથે માથાકુટ કરી અને અન્ય ગ્રાહકનો ફોન ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.

શહેરમાં ધોળા દિવસે ચાર શખ્સોએ મોબાઈલની દુકાનમાં દાદાગીરી કરીને લૂંટ ચલાવી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, શખ્સોએ મોબાઈલ રિપેર કરાવવા માટે દુકાનમાં આપ્યો હતો. જ્યારે શખ્સો પોતાનો ફોન પાછો લેવા આવ્યા ત્યારે તેમનો ફોન રિપેર નહોતો થયો. જેને લઈ શખ્સો ઉશ્કેરાયા. જે બાદ શખ્સોએ અન્ય ગ્રાહકનો ફોન ઝૂંટવી લીધો. ઘટનાના CCTV દૃશ્યમાં જાેઈ શકાય છે કે ચાર શખ્સ દુકાનમાં આવે છે. ત્યારે જ એક શખ્સ અન્ય ગ્રાહક પાસેથી મોબાઈલ ઝૂંટવી લે છે. આ શખ્સ મોબાઇલ લઇને હળવેથી પાછળ ખસી જાય છે. જે દરમિયાન અન્ય એક શખ્સ તે મોબાઇલ લઇને ખિસ્સામાં મૂકી દે છે.

જાે કે ટેબલ પાસે ઉભેલો અન્ય એક શખ્સ રિપેરમાં આપેલો પોતાનો મોબાઇલ માગે છે. તે દરમિયાન દુકાનદાર સાથે માથાકૂટ કરે છે. જાેત-જાેતામાં જ શખ્સ અને દુકાનદાર વચ્ચેની વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ જાય છે. આ દરમિયાન શખ્સો દુકાનના દરવાજા પાસે ઉભેલા એક આધેડને પણ જાેરદાર ધક્કો મારે છે અને ફરાર થઇ જાય છે.જાે કે દુકાનદારે સમગ્ર ઘટનાને લઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ ચારેય શખ્સોની ધરપકડ કરાઇ છે. આ શખ્સો દમણના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Share.
Exit mobile version