અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં શ્રી રામલલ્લાની સ્થાપનાનો સમય નજીક આવી ગયો છે. મંદિરમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ડેટ ફાઈનલ થઈ ચુકી છે. અયોધ્યામાં ભવ્ય મહોત્સવ અને કાર્યોક્રમોની વચ્ચે મંદિરમાં શ્રીરામની સ્થાપના કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર કરી છે. તેમણે કહ્યું કે ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩થી શરૂ થશે અને ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં થશે.
શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યાનુસાર ૧૪ જાન્યુઆરીએ કમૂર્તા પૂર્ણ થશે. ત્યારબાદ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૫ જાન્યુઆરીથી શરૂ થશે અને પ્રાણ પ્રતિષ્ઠા ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ દેશના મહાન વિદ્વાનોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે. એટલે કે ત્યારબાદથી ભગવાન રામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે.
મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલું આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યું છે. ૨૪ જાન્યુઆરીએ ભગવાન રામ ભવ્ય મંદિરમાં બિરાજશે. દરમિયાન રામ નગરીમાં દેશ-દુનિયામાંથી રામ ભક્તો ઉપસ્થિત રહેશે. અયોધ્યા આવનારા રામ ભક્તો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા રામ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે.