વશ્વની સૌથી મોટી જાયન્ટ ટેક કંપની ગૂગલે તેના ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા છે. ભારતીય મૂળના માધવ ચિનપ્પા ૧૩ વર્ષથી ગૂગલ સાથે જાેડાયેલા હતા. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું કે આ ૧૩ વર્ષોમાં હું ગૂગલ તરફથી જે હાંસલ કરી શક્યો છું તેના પર મને ગર્વ છે.
સ્થાનિક સુત્રોના અહેવાલ અનુસાર ગૂગલે હાલમાં જ તેના ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા છે જે વાતની પુષ્ટિ ખુદ માધવે કરી છે. ચિનપ્પાએ પોતાના સોશ્યલ મીડિયા સાઈટ પર લખ્યું હતું કે હું ગૂગલની છટણી હેઠળ ગૂગલ છોડી રહ્યો છું. હું અત્યારે ‘ગાર્ડનિંગ લીવ’ પર છું. આ સમય દરમિયાન મને મારા કામ, કારકિર્દી, જીવન વગેરે પર વિચાર કરવા માટે વધુ સમય મળશે. ચિનપ્પા ગૂગલમાં તેમના ૧૩ વર્ષનું વર્ણન કર્યું છે.
તેમણે ડિજિટલ ન્યૂઝ ઇનિશિયેટિવ અને જર્નાલિઝમ ઇમર્જન્સી રિલિફ ફંડ સહિત ગુગલ પર કરેલા વિવિધ કાર્યોને પણ યાદ કર્યા હતા. ચિનપ્પાએ અંતમાં કહ્યું કે હું આ ૧૩ વર્ષોમાં ગૂગલ સાથે જે હાંસલ કરી શક્યો છું તેના પર મને ગર્વ છે. ‘ગાર્ડનિંગ લીવ’ એ સમય છે જ્યારે કર્મચારીઓને કામ પર આવવાનો ઇનકાર કરવામાં આવે છે પરંતુ તેમને સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવે છે. જેથી તેઓ તેમના આગલા પગલા તરફ આગળ વધવા માટે તૈયાર થઈ શકે. સોશિયલ મીડિયા અનુસાર ચિનપ્પાએ રાઇસ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને પોલિસી સ્ટડીઝમાં બીએ કર્યું છે. આ ઉપરાંત તેણે જકાર્તા ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. ગૂગલ પહેલા, ચિનપ્પાએ બીબીસી, યુબીએમ, એપીટીએન સાથે કામ કર્યું હતું. ચિનપ્પા પાસે કુલ ૨૯ વર્ષનો અનુભવ છે.