ભારતીય ટીમ પોતાના મિશન વર્લ્ડ કપ ૨૦૨૩ની શરુઆતમાં ૮ ઓક્ટોબર ૨૦૨૩એ ઓસ્ટ્રેલિયા સામે જીતી ગયું હતું. ઓપનર શુભમન ગિલની બિમારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા , જેમાં ગિલ ડેન્ગ્યુથી ગ્રસિત હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે હવે ઓસ્ટ્રેલિયા સામે નથી રમી શકયો. શુભમનની ગેરહાજરીમાં ભારતનો ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો. શરૂઆતની ત્રણ વિકેટો ધડાધડ પડી ગઇ હતી જેનાં કારણે ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. એવામાં ખબર આવી રહી છે કે ગિલની માંદગીને લઈને ૮ ઓક્ટોબર રવિવારે ચેન્નાઈમાં યોજાનાર ભારત દૃજ. ઓસ્ટ્રેલિયાની મુકાબલામાં ઓપનિંગમાં કેપ્ટન રોહિત શર્માની સાથે કીપર અને બેટર ઈશાન કિશન ઓપનિંગમાં ઉતર્યો હતો. ગિલના સાજા થવા સુધી તે હાલ મેદાનથી દૂર જ રહેશે.

ઈશાન કિશનને મોટાભાગે જરૂરિયાતના સમયે મિડલ ઓર્ડરમાં ખાલી જગ્યા ભરવા માટે મેદાનમાં ઉતારવામાં આવે છે,ત્યારે તેને હવે ઓપનિંગમાં રમવાનો મોકો આપવામાં આવ્યો છે. જાે કે આ પસંદગી તેના પર સારા પરફોર્મન્સ માટે ચોક્કસ પ્રેશર આપશે કેમ કે આ જ મેચથી ભારત વર્લ્ડ કપ ૨૦૨૩ માટે પોતાની શાનદાર શરૂઆત કરવા માંગશે. ટીમ ઈન્ડિયા જ્યારે તેના પ્રથમ CWC વોર્મ-અપ માટે ગુવાહાટી પહોંચી ત્યારે ગિલને ડેન્ગ્યુ જેવા લક્ષણો દેખાતા હોવાથી તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ ગુરુવારે ગિલને વધુ ટેસ્ટ માટે ચેન્નાઈમાં લઈ જવાયો જ્યાં તેન ડેન્ગ્યુ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.ડોક્ટર્સની ટીમનુ કહેવું છે કે તાવને લઈ ખૂબ સાવચેતી રાખવામાં આવી રહી છે, તેથી ગિલને હાલ કોઇ ગંભીર અશક્તિ કે નબળાઇ નથી. ટીમના એક અધિકારીએ શુક્રવારે ક્રિકબઝને જણાવ્યું કે, “ગિલની તબિયત સારી નથી અને તેની સારી રીતે સારવાર કરવામાં આવી રહી છે. અમને આશા છે કે તે ઝડપથી સાજાે થઈ ટીમમાં પરત ફરશે.”ડેન્ગ્યુમાંથી રિકવર થવામાં સમય લાગી શકે છે અને તેના કારણે કિડની પર પણ અસર પડતી હોય છે. આ કારણે ગિલના કમબેકને લઈને હજી કોઈ ફિક્સ ટાઈમ નક્કી કરવામાં આવ્યો નથી.

કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ગિલ સ્વસ્થ થઈ રહ્યો છે અને પહેલી મેચમાં રમી શકે એમ છે પરંતુ આખરે આ વાત ખોટી પડી હતી. ક્રિકેટ ફેન્સને હવે આ નિવેદન ખોટું કે ભળતું હોવાનું લાગ્યું હતું. હવે અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ગિલને સ્વાસ્થ્યનાં કારણથી સાઇડલાઇન કરવામાં આવતાં ભારતીય ટીમના ટોપ પર ઇશાન કિશનને પ્રદર્શન કરવાનો મોકો મળશે. આપને જણાવી દઈએ કે ટોપ પોઝિશન પર રમતા ઇશાને ગત વર્ષે ઢાકામાં બાંગ્લાદેશ સામે તેની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. એશિયા કપ ૨૦૨૩ ના મુકાબલામાં પણ પાકિસ્તાન વિરુદ્ધ ઇશાને પાકિસ્તાનને ટક્કર આપીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢી અને પંડ્યા સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું.તેની ધીરજથી પ્રભાવિત થઇને ODI વર્લ્ડ કપ ટીમમાં સિલેકટર્સ દ્વારા તેને બેકઅપ તરીકે રાખવામાં આવ્યો હતો.

Share.
Exit mobile version