કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી એક સમજી વિચારેલું ગઢવામાં આવેલું કાવતરું હતું. તેના માધ્યમથી રોજગારી છીનવી લેવામાં આવી અને અસંગઠિત અર્થતંત્રની કમર ભાંગી નાખી. તેમણે નોટબંધીને એક હથિયાર ગણાવ્યો હતો જેની મદદથી પરમ મિત્રની ઝોલી ભરી તેમને ૬૦૯મા ક્રમેથી દુનિયાના બીજા ક્રમના ધનિક વ્યક્તિ બનાવી દેવાયા.

ઉલ્લેખનીય છે કે નોટબંધીને આજે સાત વર્ષ પૂરાં થઈ ગયા છે. સરકારે ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ૨૦૧૬માં ૮ નવેમ્બરે આ જાહેરાત કરતાં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને ચલણ બહાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ નોટધારકોને આ નોટો બેન્કમાં પાછી જમા કરાવીને બદલાવી લેવાની મુદ્દત અપાઈ હતી.

રાહુલે આ મામલે ટિ્‌વટ કરતાં લખ્યું કે નોટબંધી એક સમજી વિચારેલું ગઢવામાં આવેલું કાવતરું હતું, શ્રમિકોની આવક બંધ કરાઈ, નાના વેપારીઓને ખતમ કરાયા, ખેડૂતોને નુકસાન પહોંચાડવા અને અસંગઠિત અર્થતંત્રને તોડી પડાયું. ૯૯% સામાન્ય ભારતીયો પર હુમલો, ૧% ધનિક મોદી મિત્રોને ફાયદો. આ એક હથિયાર હતું. તમારા ખિસ્સા કાપવાનું – પરમમિત્રની ઝોલી ભરીને તેને ૬૦૯ નંબરથી દુનિયાના બીજા ક્રમના ધનિક બનાવવાનું કાવતરું હતું.

Share.
Exit mobile version