IFCI
IFCI ગ્રૂપની કંપનીઓના વિલીનીકરણ માટે પરવાનગી આપવામાં આવી છે. IFCIએ જણાવ્યું હતું કે ‘IFCI ગ્રૂપના એકીકરણ’ પર વિચાર કરવા માટે નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. એક્સચેન્જ પર કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું છે કે IFCIના બોર્ડે 22 નવેમ્બર, 2024ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં IFCI ગ્રુપના એકીકરણ પર વિચાર કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ કંપનીના શેરમાં બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે. સ્ટોક 15 ટકા વધ્યો છે.
મર્જર આયોજન
મર્જરની યોજનાના ભાગરૂપે, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, IFCI ફેક્ટર્સ લિમિટેડ, IFCI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ અને IIDL રિયલ્ટર્સ લિમિટેડના લિસ્ટેડ એકમોને IFCI લિમિટેડ સાથે મર્જ કરવામાં આવશે.
નોન-બેંકિંગ ફાયનાન્સ કંપની
સ્ટોક હોલ્ડિંગ સર્વિસિસ લિમિટેડ, IFCI ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ, IFIN કોમોડિટીઝ લિમિટેડ અને IFIN ક્રેડિટ લિમિટેડને અલગ એન્ટિટીમાં મર્જ કરવામાં આવશે. યુનિટ કંપનીની પેટાકંપની તરીકે રહેશે.
IFCI એ જાહેર ક્ષેત્રની મહત્વપૂર્ણ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC-ND-SI) છે. 1948માં બનેલી આ કંપની BSE અને NSE સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. IFCI હેઠળ છ પેટાકંપનીઓ અને એક સહયોગી કંપની છે.
ઉદ્યોગોના વિકાસમાં કંપનીનું યોગદાન
ભારત સરકારે ઉદ્યોગને લાંબા ગાળાની નાણાકીય સહાય પૂરી પાડવા અને ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય મુખ્ય ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે IFCI ની રચના કરી છે. વર્ષોથી, IFCI એ ટર્મ લોન, કાર્યકારી મૂડી અને કોર્પોરેટ લોન રિસ્ટ્રક્ચરિંગ સહિત શ્રેણીબદ્ધ નાણાકીય સેવાઓ ઓફર કરી છે. આ રીતે કંપનીએ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
શેરમાં બમ્પર વધારો
આજે IFCIના શેરમાં બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારના વેપારમાં IFCI લિમિટેડના શેરમાં 14.7 ટકાનો વધારો થયો હતો અને BSE પર શેરે રૂ. 66.59 પ્રતિ શેરની ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચી હતી.