રાજ્યના બાળકોને પોષણયુક્ત આહાર મળી શકે તે માટે શરૂ કરાયેલી મધ્યાહન ભોજન યોજના વારંવાર કોઇને કોઇ વિવાદમાં રહે છે. ત્યારે હવે ફરી એક વખત મધ્યાહન ભોજનની ગુણવત્તાને અનેક સવાલો લઇને ઉઠ્‌યા છે.

છોટાઉદેપુરની પ્રાથમિક શાળા નંબર-૨માં મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાતા અનાજમાં મોટા પાયે જીવાત જાેવા મળતા વિવાદ સર્જાયો છે. મધ્યાહન ભોજન માટેના ઘઉં અને ચોખામાં એટલા મોટા પાયે જીવાત જાેવા મળી કે તે અનાજ બિલકુલ ઉપયોગમાં લઇ શકાય તેમ રહ્યું નહોતુ.

બાળકો દ્વારા ભોજન અંગે કરાતી વારંવારની ફરિયાદો બાદ વાલીઓ શાળામાં પહોંચ્યા અને જાતે ગુણવત્તા ચકાસી હતી. પરંતુ આ દરમિયાન અનાજમાં જીવાત જાેવા મળતા રોષે ભરાયેલા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

વાલીઓને આક્ષેપ છે કે શાળામાં બાળકોને સડેલું અને અપૂરતું ભોજન પીરસવામાં આવે છે. બીજી તરફ શાળાના આચાર્યએ પણ અનાજ ખાવાલાયક ન હોવાની વાત સ્વીકારી છે. ત્યારે સવાલ એ છે કે જાે આવી હલકી ગુણવત્તાવાળું ભોજન બાળકો આરોગે અને બીમાર પડે તો તેના માટે કોણ જવાબદાર ? તો આ તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ સમગ્ર મામલે તપાસની ખાતરી આપી છે. અધિકારીએ કહ્યું કે શાળાની મુલાકાત લેવામાં આવશે અને જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરાશે

Share.
Exit mobile version