ઇમર્જિંગ એશિયા કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ ગઈકાલે ભારત-એઅને પાકિસ્તાન-એવચ્ચે રમાઈ હતી, જેમાં પાકિસ્તાનનો ૧૨૮ રનથી વિજય થયો હતો. આ મેચમાં ભારતના સ્ટાર બેટ્સમેન સાઈ સુદર્શનની વિકેટને લઈને ઉગ્ર ચર્ચા ચાલી હતી. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન-એસામે સદી ફટકારનાર સાઈ સુદર્શન ફાઇનલમાં કઈ ખાસ કરી શક્યો ન હતો. પરંતુ તેની વિકેટને લઈને સોશ્યલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. સાઈ સુદર્શનને પાકિસ્તાનના ફાસ્ટ બોલર અરશદ ઈકબાલે આઉટ કર્યો હતો. ઇકબાલે સુદર્શનને શોર્ટ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. પરંતુ ઈકબાલનો આ બોલ વિવાદોના ઘેરામાં આવ્યો હતો. સોશ્યલ મીડિયા યુઝર્સ તેના આ બોલને નો બોલ કહી રહ્યા છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં જાેઈ શકાય છે કે અરશદ ઈકબાલનો પગ પોપિંગ ક્રિઝની નજીક હતો. જાે કે આ પછી પણ ર્નિણય બોલરના પક્ષમાં ગયો અને સાઈ સુદર્શનને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.
સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સે અરશદ ઇકબાલના આ બોલને નો બોલ ગણાવ્યો તો કેટલાકે તેને ખૂબ જ નજીકનો મામલો ગણાવ્યો હતો. સુદર્શનની આ વિકેટને લઈને ફેન્સમાં ગુસ્સો પણ જાેવા મળ્યો હતો.
ભારત-એએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન-એએ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૫૨ રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે તૈયબ તાહિરે ૧૨ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૧૦૮ રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનર સાહિબજાદા ફરહાને ૬૫ અને સૈમ અય્યુબે ૫૯ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ભારત-એ ૪૦ ઓવરમાં ૨૨૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે પાકિસ્તાન-એનો ૧૨૮ રને વિજય થયો હતો. પાકિસ્તાન તરફથી બોલર સૂફિયાન મુકીમે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.