CSK vs RCB Record: ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટથી હરાવ્યું. CSKની જીતમાં સર રવિન્દ્ર જાડેજાએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં, જાડેજાએ IPLમાં સફળ રન ચેઝમાં સૌથી વધુ વખત અણનમ રહીને પેવેલિયન પરત ફરવાના મામલે ધોનીની બરાબરી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે આવું 27મી વખત બન્યું છે, જ્યારે જાડેજા ચેન્નાઈના સફળ રન ચેઝ દરમિયાન અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો છે. ધોની પણ અત્યાર સુધી આટલી જ વાર આ કારનામું કરી ચૂક્યો છે. આ સિદ્ધિ સિવાય જાડેજાએ IPLમાં પોતાની 100 સિક્સ પણ પૂરી કરી લીધી છે. આમ કરીને જાડેજાએ પૂર્વ દિગ્ગજ એડમ ગિલક્રિસ્ટનો IPL રેકોર્ડ તોડી નાખ્યો છે. એડમ ગિલક્રિસ્ટે IPLમાં 92 સિક્સર ફટકારી હતી.જાડેજા તેના કરતા ઘણો આગળ નીકળી ગયો છે. હવે આગામી સમયમાં જાડેજા પાસે સેહવાગને હરાવવાની તક રહેશે.
સેહવાગે આઈપીએલમાં કુલ 106 સિક્સર ફટકારી છે. આ સાથે જ IPLના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે તેની IPL કરિયરમાં કુલ 357 સિક્સર ફટકારી છે. આ મામલે રોહિત શર્મા બીજા સ્થાને છે. રોહિતે આઈપીએલમાં અત્યાર સુધી 257 સિક્સર ફટકારી છે. એબી ડી વિલિયર્સે 251 સિક્સર ફટકારી છે. ધોનાએ અત્યાર સુધી આઈપીએલમાં કુલ 239 સિક્સર મારવાનું કારનામું નોંધાવ્યું છે. આ સિવાય કોહલીએ આઈપીએલમાં અત્યાર સુધીમાં 235 સિક્સર ફટકારી છે.
CSK પર દબાણ હોવા છતાં, RCB ચેન્નાઈને વિજય નોંધાવતા રોકી શક્યું નહીં. CSKએ તેના નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડને 18.4 ઓવરમાં ચાર વિકેટે 176 રન બનાવીને વિજયી શરૂઆત અપાવી હતી. શિવમ દુબે (28 બોલમાં અણનમ 34 રન) અને રવિન્દ્ર જાડેજા (17 બોલમાં અણનમ 25) એ પાંચમી વિકેટ માટે અણનમ 66 રન જોડીને CSKને જીત અપાવી હતી.