Delhi: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી બુધવારે (19 જૂન) કોર્ટ દ્વારા લંબાવવામાં આવી હતી. તેની સાથે અન્ય આરોપી વિનોદ ચૌહાણની કસ્ટડીનો સમયગાળો પણ લંબાવવામાં આવ્યો છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે. આ સાથે એક્સાઇઝ પોલિસી કેસમાં આરોપી વિનોદ ચૌહાણની કસ્ટડી પણ લંબાવવામાં આવી છે. કસ્ટડીની મુદત પૂરી થયા બાદ બુધવારે બંનેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલે કોર્ટને જણાવ્યું કે વિનોદ ચૌહાણને BRS નેતા કવિતાના PA દ્વારા 25 કરોડ રૂપિયા મળ્યા હતા. તેમને ગોવાની ચૂંટણી માટે અભિષેક બોઈનપલ્લી દ્વારા પૈસા મળ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ મહિનાના અંતમાં વિનોદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે. મે મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Share.
Exit mobile version