Delhi: રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીનું સંકટ ઘેરી બની રહ્યું છે. અગાઉ પાણીની તંગીથી સામાન્ય લોકો જ પરેશાન હતા, પરંતુ હવે હોસ્પિટલના દર્દીઓ અને પોશ કોલોનીમાં રહેતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. બીજી તરફ રાજકારણ પણ જોરમાં છે. આજે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર કેજરીવાલ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી છે.
ચાંદની ચોકથી ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલ સવારથી જ રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ દિલ્હીના સરાય રોહિલા વિસ્તારમાં કેજરીવાલ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપનો આરોપ છે કે આમ આદમી પાર્ટીની સરકાર ટેન્કર માફિયાઓ સામે પગલાં લઈ રહી નથી અને છેલ્લા દસ વર્ષમાં કેજરીવાલ સરકારે જળ સંકટને દૂર કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્તરે કોઈ કામ કર્યું નથી.
#WATCH दिल्ली: जल संकट के खिलाफ भाजपा सांसद प्रवीण खंडेलवाल ने अन्य कार्यकर्ताओं के साथ मोती बाग कॉलोनी में मार्च निकाला। pic.twitter.com/Ve2YjezGho
— ANI_HindiNews (@AHindinews) June 19, 2024
દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા પણ નવી દિલ્હીના લોકસભા સાંસદ બાંસુરી સ્વરાજ સાથે કેજરીવાલ સરકાર વિરુદ્ધ મોરચો કાઢી રહ્યા છે. આ સાથે બીજેપીના અન્ય નેતાઓ પણ દિલ્હીમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવાના છે.