રત્ના પાઠક શાહ અને ફાતિમા સના શેખની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધક ધક’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ આજે ??મહિલા કેન્દ્રિત ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરીને દર્શકોના ઉત્સાહને સાતમા આસમાને પહોંચાડ્યો છે. આ ફિલ્મમાં રત્ના પાઠક શાહ, ફાતિમા સના શેખ, દિયા મિર્ઝા અને સંજના સાંઘી પહેલા ક્યારેય ન જાેયેલી સ્ટાઇલમાં જાેવા મળશે. ‘ધક ધક’નું આ દમદાર ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું છે. આ ટ્રેલરને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ધક ધક ચાર મહિલાઓની વાર્તા છે જે સમાજના બંધનો તોડીને બાઇક ચલાવવાની શોખીન છે.
આ ચાર મહિલાઓ અલગ-અલગ વયજૂથ અને અલગ-અલગ ધર્મની છે. બધું અલગ હોવા છતાં, તેમના હૃદયમાં બાઇક ચલાવવા માટેનો પ્રેમ તેમને જાેડે છે અને એકબીજાની નજીક લાવે છે. ફિલ્મની વાર્તાની ઝલક આપતાં ‘ધક ધક’ના ટ્રેલરમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફિલ્મમાં ચાર અલગ-અલગ મહિલાઓ વચ્ચે જે પ્રકારનું બોન્ડિંગ જાેવા મળશે તે તમે કદાચ જ કોઈ અન્ય ફિલ્મમાં જાેયું હશે. ફિલ્મમાં આ ચાર મહિલાઓ સાત દિવસની બાઇક ટ્રિપ પર જાય છે જે દરમિયાન તેઓ એવી સ્વતંત્રતાનો અનુભવ કરે છે જે તેમણે તેમના સમગ્ર જીવનમાં ક્યારેય અનુભવ્યો ન હોય. વાયકોમ ૧૮ સ્ટુડિયોની આ ફિલ્મ તાપસી પન્નુ, પ્રાંજલ ખંડેરિયા, આયુષ મહેશ્વરી દ્વારા બનાવવામાં આવી છે, જેઓ ઘણી મહિલા-કેન્દ્રિત ફિલ્મોમાં જાેવા મળી છે. ડાયરેક્ટર તરુણ દુડેજાએ ‘ધક ધક’નું ડિરેક્શન સંભાળ્યું છે. ‘ધક ધક’ સ્ત્રીઓ વચ્ચેના અસંખ્ય સંબંધોને સંપૂર્ણપણે નવી રીતે સ્ક્રીન પર રજૂ કરવા જઈ રહી છે જે આજ સુધી હિન્દી સિનેમામાં ક્યારેય નથી થયું. આ ફિલ્મ આ શુક્રવારે એટલે કે ૧૩મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.