ભારતીય અંજુ અને પાકિસ્તાની સીમા હૈદરને લઈને ચાલી રહેલો વિવાદ હજુ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. પાકિસ્તાનમાં નસરુલ્લાહ સાથે રહેતી અંજુએ પોતાના ભારતીય પતિ અરવિંદ પાસે છૂટાછેડા માગ્યા છે. તો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અંજુને લઈને એક મોટુ નિવેદન આપ્યું છે. પાકિસ્તાની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, અંજુ કાયદેસર રીતે પાકિસ્તાનમાં આવી છે. તો સીમા હૈદર પર કહ્યું કે, ભારતે હજુ સુધી તેમને કાઉન્સેલર એક્સેસ આપ્યો નથી. એટલા માટે જ સીમાની પાકિસ્તાની નાગરિકતાની હજુ સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ શકી નથી. પાકિસ્તાની પ્રવક્તાએ એવું પણ કહ્યું કે, ભારતે હજુ સુધી સીમા હૈદરને લઈ કાઉન્સેલર એક્સેસ આપ્યો નથી. તો અંજુ કાયદેસર રીતે પાકિસ્તાનમાં આવી છે અને દસ્તાવેજાે પણ કાયદેસરના છે. અંજુ અને સીમા હૈદરને લઈ હજુ પણ વિવાદ એમનો એમ જ છે. પાકિસ્તાનની પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અંજુએ નસરુલ્લાહ સાથે નિકાહ પણ કરી લીધા છે.
એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંજુએ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો છે અને હવે તે ફાતિમા બની ગઈ છે. જાે કે, અંજુએ આ બંને દાવાને નકાર્યા હતા. અંજુનું કહેવું છે કે, મેં નિકાહ કર્યા નથી. તે ટૂંક જ સમયમાં ભારત પરત આવશે. આ દરમિયાન અંજુના પતિ અરવિંદે ખુલાસા કર્યા છે કે, ૨૫ જુલાઈના રોજ છેલ્લે તેની વાત અંજુ સાથે થઈ હતી. આ દરમિયાન અંજુએ મારી પાસે છૂટાછેડા માગ્યા હતા. અંજુને ત્યાં સુધી મારી પાસે નહીં રાખુ કે જ્યાં સુધી બાળક નહીં કહે. અરવિંદે કહ્યું કે, બાળકો અંજુને પોતાની સાથે રાખવા માગતા નથી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંજુ પોતાના બાળકોને લઈને પાકિસ્તાન જવા માગે છે. એવું પણ સામે આવ્યું છે કે, પાકિસ્તાનની સરકાર અંજુને નોકરી પર પણ રાખવા માગે છે. આ વાતનો ખુલાસો ખુદ નસરુલ્લાહે કર્યો હતો. ત્યારે પાકિસ્તાનની ઈચ્છા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન સરકાર અંજુ અને નસરુલ્લાહના નિકાહને સમર્થન આપી રહી હતી. આ દરમિયાન અંજુનો એક નવો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે નસરુલ્લાહ અને તેના દોસ્તો સાથે બેસીને જમી રહી છે.
અંજુના પતિ અરવિંદે કહ્યું કે, અંજુએ છૂટાછેડા માટે મને પેપર તૈયાર કરવા કહ્યું છે. હું તેને છૂટાછેડા નહીં આપું. મારી કોઈ ભૂલ નથી. હું શા માટે છૂટાછેડા આપું. અંજુનો દાવો છે કે, તેણે ત્રણ વર્ષ પહેલાં જ છૂટાછેડા માટે અપ્લાય કર્યુ હતુ. અરવિંદનું કહેવું છે કે, તેને આવી કોઈ પણ પ્રકારની કાનૂની નોટિસ મળી નતી. તો અંજુની દીકરીનું કહેવું છે કે, તે આવી મા સાથે રહેવા માગતી નથી. તેને સ્કૂલમાં જવામાં પણ મુશ્કેલી પડી રહી છે.