Cryptocurrency Market
Cryptocurrency Market: અંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી બજારમાં ભારે ઉછાળો આવ્યો છે, જેના કારણે તેનું કુલ માર્કેટ કેપ માઇક્રોસોફ્ટના માર્કેટ કેપને પાછળ છોડી ગયું છે. હાલમાં, ક્રિપ્ટોકરન્સી બજારનું મૂલ્ય $3.62 ટ્રિલિયન સુધી પહોંચ્યું છે, જ્યારે માઇક્રોસોફ્ટનું માર્કેટ કેપ $3.085 ટ્રિલિયન છે. આ વૃદ્ધિને કારણે, ક્રિપ્ટોકરન્સી વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન સંપત્તિ બની ગઈ છે, જેમાં માત્ર Apple તેના આગળ છે, જેનું માર્કેટ કેપ $3.548 ટ્રિલિયનથી વધુ છે.
આ બજારમાં આવેલી તેજી પાછળ ઘણા આર્થિક અને નીતિગત કારણો છે. ખાસ કરીને, યુએસની નીતિઓ અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોના વધતા ભરોસાથી બજારમાં ઊર્જા આવી છે. ખાસ કરીને 2024માં ક્રિપ્ટોકરન્સી ETFsના મંજૂરી બાદ, મોટા રોકાણકર્તાઓ બજારમાં પ્રવેશી રહ્યાં છે.
2015માં, ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ માત્ર $0.004 ટ્રિલિયન હતું. 2021માં, તે પ્રથમવાર $1 ટ્રિલિયનને પાર કરી ગયું, અને 2022માં $2 ટ્રિલિયન સુધી પહોંચ્યું. 2023માં ઘટાડા બાદ, 2024માં એક મોટો ઉછાળો જોવા મળ્યો, અને હવે તે $3.62 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે.વિશ્લેષકોના મત મુજબ, જો ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં હાલની વૃદ્ધિ ચાલુ રહેશે, તો ટૂંકા ગાળામાં પણ વધુ વધારો જોવા મળી શકે છે. રોકાણકર્તાઓ માટે અનુકૂળ નિયમનકારી માળખું મહત્વનું રહેશે. बिटકોઈન અને અન્ય મુખ્ય ક્રિપ્ટોકરન્સીની કિંમતો વધવા માટે આગામી નાણાકીય વર્ષ નિર્ણાયક બની શકે છે.