Donald Trump
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતી લીધી છે. અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
Donald Trump:અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે પ્રથમ વિશ્વ નેતા છે જેમણે ટ્રમ્પને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા, તેમને “ચૂંટાયેલા રાષ્ટ્રપતિ” તરીકે ઓળખાવ્યા છે. રિપબ્લિકન પ્રેસિડેન્ટ અને સેનેટ જીત્યા છે અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ મજબૂત સ્થિતિમાં છે.
કમલા હેરિસ હવે અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં પાછળ રહેતી જોવા મળી રહ્યા છે. ઈલેક્ટોરલ કોલેજની ગણતરી મુજબ કમલા હેરિસ 214 સીટો પર અટવાયેલા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 247 સીટો સાથે આગળ છે. મતલબ કે ટ્રમ્પને 270ની જાદુઈ સંખ્યા સુધી પહોંચવા માટે માત્ર 23 વધુ બેઠકોની જરૂર છે.
એલન મસ્કે કહ્યું કે આજે રાત્રે અમેરિકન લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને પરિવર્તન માટે સ્પષ્ટ આદેશ આપ્યો છે.” મસ્કનું આ નિવેદન અમેરિકી ચૂંટણી પરિણામોના સંદર્ભમાં હતું, જેમાં રિપબ્લિકન પાર્ટીની જીતના સંકેતો છે. તેમના મતે આ આદેશ સ્પષ્ટપણે ટ્રમ્પના નેતૃત્વમાં દેશમાં પરિવર્તનની જરૂરિયાત દર્શાવે છે. મસ્કનું આ નિવેદન રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે મસ્કએ ટ્રમ્પનું જોરદાર સમર્થન કર્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ, રિપબ્લિકન પાર્ટીએ વેસ્ટ વર્જિનિયા અને ઓહિયોમાં જીત મેળવીને યુએસ સેનેટ પર નિયંત્રણ મેળવ્યું છે, આથી ખાતરી થઈ છે કે ટ્રમ્પની પાર્ટી આવતા વર્ષે કોંગ્રેસનું એક ગૃહ ધરાવે છે. આ પ્રસંગે ‘શીખ અમેરિકન્સ ફોર ટ્રમ્પ’ જૂથે ઢોલના તાલે ઉજવણી કરી અને ટ્રમ્પના સમર્થનમાં પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસની ટીમ પણ પોતાની સીટોની ગણતરી ચાલુ રાખવાનો દાવો કરી રહી છે.