ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ફરીથી શેરબજારના રોકાણકારોને નિરાશાનો સામનો કરવો પડ્યો. પ્રોફિટ બુકિંગના કારણે બજાર ઘટાડા સાથે બંધ થયું. બેંકિંગ, એફએમસીજી શેરોમાં વેચવાલી જાેવા મળી હતી, જેના કારણે આજે બજાર બંધ થતાં સેન્સેક્સ ૪૪૦ પોઈન્ટ ઘટીને ૬૬,૨૬૬ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯,૬૯૯ પોઈન્ટ પર બંધ થયો હતો. એક સમયે સેન્સેક્સ તેની ઊંચાઈથી ૯૨૦ અને નિફ્ટી ૨૬૪ પોઈન્ટ નીચે સરકી ગયો હતો. પરંતુ બજારમાં નીચલા સ્તરેથી રિકવરી જાેવા મળી હતી.
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરના શેરોમાં ખરીદી જાેવા મળી હતી. નિફ્ટી ફાર્મામાં ૪૪૦ પોઈન્ટ અથવા ૩.૦૪ ટકાનો ઉછાળો જાેવા મળ્યો છે. નિફ્ટી ફાર્માના તમામ ૧૦ શેર લાલ નિશાનમાં બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૪ વધ્યા અને ૧૬ ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૨૩ વધ્યા અને ૨૭ ઘટાડા સાથે બંધ થયા.
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે. મ્જીઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. ૩૦૩.૫૯ લાખ કરોડ થયું હતું, જે બુધવારે રૂ. ૩૦૩.૯૨ લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ૩૩૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારની મજબૂતીના જાેરે આજે ભારતીય શેરબજારમાં પણ તેજી સાથે શરૂઆત થઈ હતી. અમેરિકામાં ફરી એક વખત વ્યાજ દરમાં વધારા બાદ અમેરિકાના બજારમાં તેજીનો કરન્ટ જાેવા મળ્યો હતો જેની અસર વૈશ્વિક બજારો પર પણ જાેવા મળી. સેન્સેક્સ ૨૦૭.૨૬ પોઈન્ટ અથવા ૦.૩૧% વધીને ૬૬,૯૧૪.૪૬ પર અને નિફ્ટી ૬૮.૦૦ પોઈન્ટ અથવા ૦.૩૪% વધીને ૧૯,૮૪૬.૩૦ પર હતો. લગભગ ૧૬૦૪ શેર વધ્યા, ૫૩૫ શેર ઘટ્યા અને ૯૧ શેર યથાવત. નિફ્ટીમાં સિપ્લા, બજાજ ફાઇનાન્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને લાર્સન એન્ડ ટુબ્રો ટોપ ગેઈનર્સ હતા, જ્યારે એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, હીરો મોટોકોર્પ અને એચયુએલ ઘટ્યા હતા.