E-Commerce
ભારતના ઈ-કોમર્સ ક્ષેત્રનું બજાર કદ ૨૦૩૫ સુધીમાં ચાર ગણું વધીને ૫૫૦ બિલિયન ડોલર એટલેકે અંદાજે ૪૮,૦૦,૦૦૦ કરોડ ડોલર થવાની ધારણા છે. એનારોક અને ઇટી રિટેલના સંયુક્ત અહેવાલ અનુસાર, ૨૦૨૪માં ભારતનું ઈ-કોમર્સ બજાર ૧૨૫ અબજ ડોલરનું હોવાનો અંદાજ છે.
મુંબઈમાં આયોજિત ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ ગ્રેટ ઇન્ડિયા રિટેલ સમિટ ૨૦૨૫’માં રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ એનારોક અને ઇટી રિટેલે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર
એનારોકના મતે ‘ભારતીય ઈ-કોમર્સ બજાર ૨૦૩૫ સુધીમાં ૫૫૦ અબજ ડોલર એટલેકે ભારતીય ચલણમાં ૪૭,૬૪,૬૫૦ લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે એટલેકે વર્તમાન સ્તરેથી ૧૫ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ જોવા મળશે. ૨૦૨૪માં ઈ-કોમર્સ માર્કેટનું મૂલ્ય ૧૨૫ અબજ ડોલર હતું અને ૨૦૩૦ના અંત સુધીમાં ૩૪૫ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે.’ઇન્ટરનેટનો વધતો વપરાશ, સ્માર્ટફોનનો વધતો ઉપયોગ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનું વિસ્તરણ અને ટેક-સેવી યુવાવર્ગ આ વૃદ્ધિને આગળ ધપાવી રહી છે. આ ઉપરાંત ‘ડિજિટલ ઇન્ડિયા’ જેવી સરકારી પહેલો અને લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન નેટવર્કમાં ઝડપી સુધારાઓ પણ ઇ-કોમર્સ ક્ષેત્રને મજબૂત સપોર્ટ આપી રહ્યાં છે.મેટ્રો શહેરો ઉપરાંત ઈ-કોમર્સ કંપનીઓ હવે નાના શહેરો અને નાના નગરોમાં વધતી જનસંખ્યાની માંગને પહોંચી વળવાનો પ્રયાસ કરી રહી છે.