Eagle Box Office Collection Day 2:

ઈગલ બોક્સ ઓફિસ કલેક્શન ડે 2: રવિ તેજાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઈગલ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે અને બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી રહી છે.

Eagle Box Office Collection Day 2: લાંબી રાહ જોયા બાદ, રવિ તેજાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Eagle’ આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પહેલા મહેશ બાબુની ફિલ્મ ગુંટુર કરમ સાથે રિલીઝ થવાની હતી. જોકે, મેકર્સે તેની રિલીઝ ડેટ મોકૂફ કરી દીધી હતી અને હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રજનીકાંતની ‘લાલ સલામ’ સાથે ટકરાઈ છે. રવિ તેજા અભિનીત ફિલ્મ ‘ઈગલ’ દર્શકોને પસંદ આવી રહી છે અને ફિલ્મ સારી કમાણી પણ કરી રહી છે.

  • સેકનિલ્કના અહેવાલ મુજબ, ‘ઈગલ’એ તેની રિલીઝના પહેલા દિવસે 6.2 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે બીજા દિવસના પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે, જે મુજબ ‘ઈગલ’એ અત્યાર સુધીમાં 4.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. વીકએન્ડ હોવા છતાં આ કલેક્શન બહુ સારું નથી પણ ‘લાલ સલામ’ કરતાં ઘણું સારું માનવામાં આવે છે. આ આંકડાઓ અનુસાર ‘ઈગલ’નું બે દિવસનું કુલ કલેક્શન 10.95 કરોડ રૂપિયા થઈ ગયું છે.

‘ઈગલ’ ‘લાલ સલામ’ને હરાવી રહ્યું છે

રવિ તેજાની ફિલ્મ ‘ઈગલ’ બોક્સ ઓફિસ પર રજનીકાંતની ‘લાલ સલામ’ને માત આપી રહી છે. બંને દિવસોના કલેક્શનમાં ‘ઈગલ’ ‘લાલ સલામ’ કરતાં આગળ છે. જ્યારે ‘લાલ સલામ’ પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ છે – તમિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને કન્નડ, ‘ઈગલ’ માત્ર તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થઈ છે.

‘લાલ સલામ’ના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 3.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે તેણે માત્ર 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે બે દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 6.55 કરોડ રૂપિયા છે જે ‘ઈગલ’ કરતા ઓછું છે.

‘ઈગલ’ની સ્ટારકાસ્ટ

‘ઈગલ’ને કાર્તિક ગટ્ટામનેનીએ ડિરેક્ટ કરી છે. પીપલ મીડિયા ફેક્ટરીના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં રવિ તેજા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો છે. કાવ્યા થાપર, અનુપમા પરમેશ્વરન, વિનય રાય, નવદીપ અને મધુ પણ ફિલ્મનો એક ભાગ છે.

Share.
Exit mobile version