DMK MP :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ DMK સાંસદ એસ જગતરક્ષકન અને તેમના પરિવાર પર 908 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. તેમની સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. EDએ બુધવારે કહ્યું કે આ સાથે તેમની 89 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે EDએ તમિલનાડુના સાંસદ અને બિઝનેસમેન જગતરક્ષકન અને તેમના પરિવાર વિરુદ્ધ ફેમા હેઠળ ચેન્નાઈમાં તપાસ હાથ ધરી હતી. આ સમયગાળા દરમિયાન, ફેમાની કલમ 37A હેઠળ રૂ. 89.19 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સોમવારે જારી કરાયેલા ન્યાયિક નિર્ણય દ્વારા 908 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

Share.
Exit mobile version