Politics news : ED Raid Kejriwal PS and AAP Leaders Houses : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. EDની ટીમે CM અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ અને રાજ્યસભાના સભ્ય સહિત AAP નેતાઓના 10 સ્થળો પર દરોડા પાડ્યા છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આ અંગે ભાજપને ઘેરી છે.
મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સીએ મંગળવારે એક સાથે આમ આદમી પાર્ટીના નેતાઓના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આમ આદમી પાર્ટીના સાંસદ એનડી ગુપ્તાના ઘરે EDના દરોડા ચાલુ છે. સૂત્રોનું કહેવું છે કે મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએસ બિભવ કુમાર અને દિલ્હી બોર્ડના પૂર્વ સભ્ય શલભ કુમારના ઘરની પણ સર્ચ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત EDના અધિકારીઓ AAPના ઘણા નેતાઓના ઘરે પણ પહોંચ્યા છે.
જાણો શું છે સમગ્ર મામલો.
દિલ્હી જલ બોર્ડ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ ટેન્ડરની પ્રક્રિયામાં ગેરરીતિઓ જોવા મળી છે. આ કેસમાં ACB અને CBIએ FIR નોંધી હતી. ઇડી આના આધારે કાર્યવાહી કરી રહી છે. આરોપ છે કે ટેન્ડર આપતી વખતે દિલ્હી જલ બોર્ડના અધિકારીઓએ એક કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો. તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે કંપનીએ ટેન્ડર જીતી લીધું હતું.
આતિશીએ દરોડા અંગે માહિતી આપી હતી.
ઈડીના દરોડા અંગે આપ નેતા અને દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને પાર્ટી સાથે જોડાયેલા લોકો સામે ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. તપાસ એજન્સી AAPના ખજાનચી અને સાંસદ એનડી ગુપ્તા, મુખ્યમંત્રીના પીએ અને અન્યના ઘરો પર દરોડા પાડી રહી છે. ભાજપ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા અમારી પાર્ટીને દબાવવા માંગે છે, પરંતુ અમે ડરતા નથી.