પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન આજે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ‘જ્ઞાન સહાયક યોજના’નો જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી લાખો વિદ્યાર્થીઓના હિતમાં ‘પ્રવાસી શિક્ષક યોજના’ ચાલુ રાખવાનો સરકાર દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,સરકારી અને અનુદાનિત પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ નિયમિત શિક્ષકથી ભરાય નહીં ત્યાં સુધી વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે તાસ દીઠ માનદવેતનથી શિક્ષણ કાર્ય કરવા ‘પ્રવાસી શિક્ષક યોજના’ને વધુમાં વધુ છ માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકારી પ્રાથમિક શાળાના કુલ ૧૭,૧૭૪ શિક્ષકોને જિલ્લા ઓનલાઈન બદલી કેમ્પ દ્વારા સ્થળ પસંદગી કરી બદલીનો લાભ અપાયો. શિક્ષકોની બદલીઓની વિગતો આપતાં કહ્યું કે,રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન આંતરિક બદલી કેમ્પ (તાલુકા-ફેર)નું આયોજન બે તબકકામાં કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૭,૧૭૪ શિક્ષકોએ પસંદગી મુજબના સ્થળ પર સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી બદલીનો લાભ લીધો છે. આ ઉપરાંત ઋષિકેશ પટેલે જણાવ્યું કે,’સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન આગામી તા.૨૬ થી તા.૨૮ જુલાઈ ૨૦૨૩ સુધી ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત ૧૨,૦૦૦ કે તેથી વધુ શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં જિલ્લાફેર બદલીનો લાભ મેળવશે ‘
૧૭,૧૭૪ શિક્ષકોએ બદલીનો લાભ લીધો
અત્રે ઉલ્લેખનીય છે કે,જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પમાં બે તબક્કામાં કેટેગરીવાર જે શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે તેમાં,
ગંગા સ્વરૂપા/વિધુર કેટેગરીમાં ૩૪૪,
દિવ્યાંગ કેટેગરી ૧૭૪,
પ્રાથમિક શિક્ષક દંપતી ૧૩૮૦,
સરકારી દંપતી ૩૨૦,
અનુદાનિત દંપતિ ૧૩૯,
વાલ્મિકી અગ્રતા ૮૩,
સિનિયોરીટી કેટેગરીમાં સૌથી વધુ ૧૪,૨૫૮
તેમજ મૂળ શાળા પરતનો લાભ ૪૭૬ એમ કુલ ૧૭,૧૭૪ શિક્ષકોએ બદલીનો લાભ લીધો છ

Share.
Exit mobile version