Elon Musk
Elon Musk Update: રિપોર્ટ અનુસાર, ટેસ્લા દક્ષિણ દિલ્હીમાં ગુરુગ્રામ શહેર નજીક DLFના એવન્યુ મોલ, સાયબર હબ ઓફિસ અને રિટેલ કોમ્પ્લેક્સમાં જગ્યા શોધી રહી છે.
Elon Musk-Tesla Update: Elon Muskની ઈલેક્ટ્રિક કાર કંપની Teslaએ ફરી ભારતમાં પ્રવેશવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. કંપનીએ તેના શોરૂમ માટે નવી દિલ્હીમાં જગ્યા શોધવાનું શરૂ કરી દીધું છે. આ સૂચવે છે કે કંપની ભારતીય બજારમાં રોકાણ કરવાની તૈયારી કરી રહી છે, જેને કંપનીએ આ વર્ષની શરૂઆતમાં હોલ્ડ પર મૂકી દીધું હતું.
ટેસ્લા નેશનલ કેપિટલ રિજનમાં શોરૂમ સ્પેસ માટે રિયલ એસ્ટેટ સેક્ટરની દિગ્ગજ ડીએલએફ સાથે વાતચીત કરી રહી છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે ડીએલએફ સાથેની વાતચીત સોદામાં પરિવર્તિત થાય તે જરૂરી નથી. ટેસ્લા અન્ય કંપનીઓ સાથે પણ વાત કરી રહી છે. જોકે, ટેસ્લા અને DLFએ વિનંતીઓ છતાં આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી.
રિપોર્ટ અનુસાર, ટેસ્લા કન્ઝ્યુમર એક્સપિરિયન્સ સેન્ટર માટે 3000 થી 5000 ચોરસ ફૂટ જગ્યા અને ડિલિવરી અને સર્વિસ ઓપરેશન્સ માટે ત્રણ ગણી મોટી જગ્યા શોધી રહી છે. ટેસ્લા દક્ષિણ દિલ્હીમાં ગુરુગ્રામ શહેર નજીક DLFના એવન્યુ મોલ, સાયબર હબ ઓફિસ અને રિટેલ કોમ્પ્લેક્સમાં જગ્યા શોધી રહી છે. હજુ સુધી કંઈ નક્કી થયું નથી. તે પણ નક્કી નથી કે ટેસ્લા 100 ટકા ટેક્સ દરે કાર આયાત કરશે કે નવી EV નીતિ હેઠળ ભારતમાં રોકાણ કરશે જેમાં કેટલીક EV પર 15 ટકા ટેક્સ છે.
ઇલોન મસ્ક આ વર્ષે એપ્રિલ મહિનામાં ભારત આવવાના હતા. ઈલોન મસ્કે 10 એપ્રિલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી આપી હતી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મસ્કની ભારત મુલાકાતની જાહેરાતના થોડા દિવસો પહેલા જ ભારત સરકાર નવી EV નીતિ લઈને આવી હતી. આ નીતિથી વિદેશી કંપનીઓ માટે દેશમાં EV પ્લાન્ટ લગાવવાનું સરળ બન્યું છે. તેની નવી EV પોલિસીમાં સરકારે તે વિદેશી કંપનીઓને આયાત ડ્યૂટીમાં છૂટ આપવાની વાત કરી છે જે દેશમાં 500 મિલિયન ડોલરથી વધુનું રોકાણ કરશે. પરંતુ મસ્કે તેમની સફર મુલતવી રાખી. આ વિશે માહિતી શેર કરતી વખતે, એલોન મસ્કએ પોસ્ટ કર્યું હતું કે ટેસ્લાની કેટલીક મોટી જવાબદારીઓને કારણે, તેણે હાલ માટે તેમનો ભારત પ્રવાસ સ્થગિત કર્યો છે. તેણે એમ પણ કહ્યું કે તે આ વર્ષના અંત સુધીમાં ભારત આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
ભારતની તેમની મુલાકાત દરમિયાન, એલોન મસ્ક ટેસ્લા માટે ભારતમાં ઉત્પાદન એકમ અને સેટેલાઇટ સંચાર જેવી ઘણી યોજનાઓની જાહેરાત કરવાના હતા. ત્યારે ભારતમાં 25,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. ટેસ્લા ઉપરાંત એલોન મસ્ક પણ ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રી માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે.