ફેમસ યુટ્યૂબર અને બિગ બોસ ઓટીટીવિજેતા એલ્વિશ યાદવની નોઈડા પોલીસે સાપના ઝેર મામલે પૂછપરછ કરી છે. એલ્વિશ યાદવ ગઈ કાલે મોડી રાત્રે ગુપ્ત રીતે સેક્ટર-૨૦ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને રજૂ થયો હતો. જ્યાં ડીસીપીઅને એસીપીલેવલના અધિકારીઓએ લગભગ ૩ કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. રાત્રે ૨ વાગ્યાની આસપાસ તે મીડિયાથી છૂપાતો પોલીસ સ્ટેશનથી નીકળી ગયો હતો.

બીજી તરફ આજે આ મામલે ધરપકડ કરાયેલા ૫ આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ નોઈડા પોલીસને મળી શકે છે.
ત્યારબાદ નોઈડા પોલીસ આમાંથી એક આરોપી રાહુલ સાથે આમને-સામને બેસાડીને એલ્વિશ યાદવની પૂછપરછ કરશે. અગાઉ પોલીસે તેને મંગળવારે રજૂ થવા માટે સમન્સ પાઠવ્યુ હતું.

૩ નવેમ્બરના રોજ નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં કથિત રીતે સાપના ઝેરનો ઉપયોગ કરવા બદલ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ઓટીટીરિયાલિટી શો બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવ સહિત છ લોકો વિરુદ્ધ વન્યજીવ (સરંક્ષણ) કાયદો અને ભારતીય દંડ સંહિતાની જાેગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો. એફઆઈઆરનોંધવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પાર્ટીના આયોજન સ્થળ ‘બેન્ક્‌વેટ હોલ’માંથી પાંચ કોબ્રા સહિત નવ સાપ મળી આવ્યા હતા જ્યારે સાપનું ૨૦ મિલીલીટર શંકાસ્પદ ઝેર પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

Share.
Exit mobile version