EPFO
EPFO: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઈન્સેન્ટિવ (ELI) સ્કીમને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. EPFO એ ELI સ્કીમમાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ઉમેરવાની છેલ્લી તારીખ લંબાવી છે. EPFOએ આ સમયમર્યાદા વધારીને 15 ડિસેમ્બર 2024 કરી છે. અગાઉ આ સમયમર્યાદા 30 નવેમ્બર 2024 હતી. EPFOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. આ સિવાય સરકારે બેંક ખાતાને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ પણ વધારી દીધી છે.
આ યોજના 2024-25ના બજેટમાં આવી હતી
નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં રોજગાર સંબંધિત પ્રોત્સાહક યોજના માટે ત્રણ યોજના A, B અને Cની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઊભી કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ELI યોજનાનો લક્ષ્યાંક 2 વર્ષમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો છે. આમાં સ્કીમ A, લોકોને પહેલીવાર રોજગાર મળી રહે અને EPF સ્કીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્લાન B મેન્યુફેક્ચરિંગમાં નોકરીઓનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને પ્લાન C એમ્પ્લોયરોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
UAN એક્ટિવેટ કરીને કર્મચારીઓ EPFOની ઘણી સેવાઓનો ઉપયોગ કરી શકશે. આ સાથે તેઓ તેમના પીએફ એકાઉન્ટને સારી રીતે મેનેજ કરી શકશે. તમે PF પાસબુક જોઈ અને ડાઉનલોડ કરી શકો છો. વધુમાં, કર્મચારીઓ આંશિક ઉપાડ કરી શકે છે અથવા એડવાન્સ અથવા ટ્રાન્સફર માટે દાવા સબમિટ કરી શકે છે.