EPFO
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને (EPFO)એ તાજેતરમાં જ પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર કરવાના નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે. 15 જાન્યુઆરી, 2025ના નિર્દેશો અનુસાર, હવે સદસ્યો કેટલાક ખાસ કિસ્સાઓમાં પોતાના પીએફ ખાતાને ઓનલાઇન ટ્રાન્સફર કરાવી શકે છે. જેમાં પોતાના જુના કે નવા એમ્પ્લોયરની મંજૂરી લેવાની જરૂરિયાત નહીં રહે. આ ફેરફારથી ઓનલાઇન ટ્રાન્સફર ક્લેમ કરવું પહેલાંની સરખામણીએ વધુ સરળ થઇ જશે. જેનાથી મોડું નહીં થાય અને પ્રોસેસ વધુ અસરકારક બનશે. આ પહેલ ખાસ કરીને નોકરી બદલનારા કર્મચારીઓને રાહત આપવા માટે કરવામાં આવી છે. હવે આ પ્રોસેસ આધાર અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સની મદદથી પૂર્ણ કરવામાં આવશે.
1. આધાર સાથે લિંક UAN: તમારું યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધાર સાથે લિંક અને વેરિફાઇડ હોવું જોઈએ.
2. KYC: તમારા ખાતાની જાણકારી, જેમ કે આધાર, પાનકાર્ડ અને બેન્ક એકાઉન્ટ, EPFO સિસ્ટમમાં વેરિફાઇડ હોવું જોઈએ.
3. EPFO એકાઉન્ટ: તમારા જૂના અને નવા બંને PF એકાઉન્ટને EPFO દ્વારા મેનેજ કરવું જોઈએ.
4. વેરિફાઇડ ડેટ ઓફ એક્ઝિટ: તમારા ગત એમ્પ્લોયર રેકોર્ડમાં તમારી જૂની કંપનીમાં છેલ્લી તારીખ EPFO પોર્ટલ પર અપડેટ હોવી જોઈએ.