EPFO
EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટું અભિયાન શરૂ કર્યું છે. પકડાયેલા 12 અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. જેમાંથી આઠ ગ્રુપ બીના અધિકારીઓ અને ચાર ગ્રુપ એના અધિકારીઓ છે.
Provident Fund: શું તમે તમારા પીએફમાંથી પૈસા ઉપાડવા માંગો છો? પરંતુ તમારી અરજી કોઈ ને કોઈ બહાને ફગાવી દેવામાં આવે છે. તમે એ પણ સ્વીકારો છો કે અરજી ભરતી વખતે તમે કંઈક ખોટું કર્યું હશે. જ્યારે લાંચ લીધા બાદ પીએફ અધિકારીઓ ઝડપથી પૈસા ચૂકવી દે છે. કદાચ તમારી સાથે આવું ન બન્યું હોય, પરંતુ પ્રોવિડન્ટ ફંડ ઓફિસોમાં આવું થઈ રહ્યું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ પ્રકારના ભ્રષ્ટાચાર સામે મોટું અભિયાન શરૂ કર્યું છે. પકડાયેલા 12 અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. છેલ્લા બે મહિનામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ 12 અધિકારીઓમાંથી આઠ ગ્રુપ બીના અધિકારીઓ છે અને ચાર ગ્રુપ એ અધિકારીઓ અને સહાયક પીએફ કમિશનર છે. તેમને પીએફ કાયદા હેઠળ સમય પહેલા નિવૃત્તિ આપવામાં આવી છે. અત્યારે ઘણા અધિકારીઓ પણ CBIના રડાર પર છે.
18 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
EPFOએ 18 અધિકારીઓને પણ સસ્પેન્ડ કર્યા છે. જેમાંથી 10 ગ્રુપ બીના અધિકારીઓ અને આઠ ગ્રુપ Aના અધિકારીઓ છે. જેમાંથી 16 પર ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના આરોપ છે. તેમાંથી બે સામે અંગત ગુનાહિત સંડોવણીના આરોપો છે. આ ઉપરાંત સાત અધિકારીઓ સામે પણ કામગીરી નહીં કરવાના આધારે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ આ જાણકારી મળી છે.
1 લાખ સુધીના ઉપાડમાં ઓટો સેટલમેન્ટ
PF ના પૈસા ઉપાડવામાં મોટા પાયે અનિયમિતતાની ફરિયાદો અને લાંચ ન મળવાને કારણે અરજીઓ નકારી કાઢવાના ઘણા કિસ્સાઓ પછી EPFOએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. PF ના પૈસા ઉપાડવાનું સરળ બનાવવા માટે, ઘણા કિસ્સાઓમાં ઓટો સેટલમેન્ટની પણ રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણ, લગ્ન અને આવાસની જરૂરિયાતો માટે એક લાખ રૂપિયા માત્ર ઓનલાઈન અરજીના આધારે જ મળશે. 25-30 ટકા દાવાઓ ઓફિસની મુલાકાત લીધા વિના અથવા અધિકારીઓને મળ્યા વિના ચૂકવવામાં આવે છે.