Alcohol Habits
Alcohol Habits: તાજેતરના પ્રિક્લિનિકલ અભ્યાસમાં મહિલાઓમાં દારૂ પીવાની વૃત્તિ સાથે સંકળાયેલા એક મહત્વપૂર્ણ પરિબળને ઓળખવામાં આવ્યું છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્ત્રી સેક્સ હોર્મોન એસ્ટ્રોજનનું ઊંચું પ્રમાણ સ્ત્રીઓને આલ્કોહોલનું વ્યસની બનાવી શકે છે. આ સંશોધન વેઇલ કોર્નેલ મેડિસિનના વૈજ્ઞાનિકોએ ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોના આધારે કર્યું છે.
આ અભ્યાસ મુજબ જ્યારે મહિલાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે ત્યારે દારૂ પીવાનું વલણ પણ વધે છે. જ્યારે સ્ત્રીઓ દારૂ પીવે છે, ત્યારે તેમના ન્યુરોન્સ અનિયંત્રિત થઈ જાય છે, અને તેઓ વધુ દારૂ પીવા માટે આકર્ષાય છે. આ અભ્યાસ નેચર કોમ્યુનિકેશન્સ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે, અને તેનાથી મહિલાઓના દારૂ પીવાના વર્તનને સમજવામાં મદદ મળી છે.
સ્ત્રીઓમાં દારૂ પીવા પાછળના કારણો પર બહુ ઓછા સંશોધન થયા છે, કારણ કે મોટાભાગના અભ્યાસ પુરુષો પર કરવામાં આવ્યા છે. જો કે, તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ આલ્કોહોલનું સેવન કરે છે, જે તેમને આલ્કોહોલની નકારાત્મક સ્વાસ્થ્ય અસરો માટે વધુ સંવેદનશીલ બનાવે છે.
આ શોધ સ્ત્રીઓમાં આલ્કોહોલના ઉપયોગના વિકારની સારવાર માટે નવી રીતો શોધવામાં મદદ કરી શકે છે. વૈજ્ઞાનિકોએ માદા ઉંદરોના માસિક ચક્ર દરમિયાન એસ્ટ્રોજનના સ્તરનું નિરીક્ષણ કર્યું અને જોયું કે જ્યારે એસ્ટ્રોજનનું સ્તર ઊંચું હતું, ત્યારે તેઓ વધુ દારૂ પીવાનું વલણ દર્શાવે છે.