જિલ્લાની પોલીસની અલગ અલગ બ્રાન્ચ દ્વારા નશીલા આયુર્વેદિક શીરપનો જથ્થો પકડવામાં આવ્યો છે. તેવામાં મોરબીના જેતપર રોડે પાવડીયાળી કેનાલ પાસે આવેલ શ્રીરામ પ્લાઝા પાસે ડીલક્ષ પાન અને ક્રિષ્ના કિરાણા નામની બે દુકાનમા ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે નશીલા આયુર્વેદિક શીરપની કુલ મળીને ૯૭૬ બોટલ મળી આવી હતી. જેથી તેને કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
નસો કરવા માટે અફીણ. ગાંજાે, દારૂ અને ડ્રગ્સ વિગેરે તો નસો કરનારા શોધી જ લેતા હોય છે, તેની સાથો સાથ હવે નશીલા આયુર્વેદિક શીરપનું પણ સેવન કરવામાં આવે છે અને આ નશીલા આયુર્વેદિક શીરપની બોટલોને જુદાજુદા સ્થળેથી પકડવામાં આવતી હોય છે. આવી જ રીતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળા અને સ્ટાફ પેટ્રોલીંગ હતો ત્યારે સાપર ગામની સીમ પાવડીયાળી કેનાલ પાસે આવેલ શ્રીરામ પ્લાઝા પાસે ડીલક્ષ પાનની દુકાન ધરાવતા દિનેશભાઇ લાલજીભાઇ મેવાડા જાતે ભરવાડ (૨૪)ની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે ત્યાં ગેરકાયદેસર નશીલા આયુર્વેદિક શીરપનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી કરીને પોલીસે કુલ ૧૩૬ બોટલ જેની કિંમત ૨૦,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી છે. આવી જ રીતે તેની બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરમાં આવેલ ક્રિષ્ના કિરાણા નામની દુકાન ધરાવતા અને મોરબીમાં ત્રિલોકધામ મંદિરની પાછળ કુબેર સોસાયટી વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર (૩૦)ની દુકાનમાં ચેક કરવામાં આવ્યું, ત્યારે દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આયુર્વેદિક શીરપનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસે નશીલી આર્યુવેદીક શીરપની કૂલ ૮૪૦ બોટલ જેની કિંમત ૧,૨૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી કરી હતી.