ગીર સોમનાથ પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના વધુ એક માછીમારે દમ તોડ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના દુદાણા ગામના માછીમાર ભૂપતભાઈ વાળા કરાંચીની જેલમાં કેદ હતા. ૮ તારીખે તેમને શ્વાસમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પરિવારજનોને ભૂપતભાઈના મોતની જાણ તેમની સાથે જ જેલમાં કેદ હરિભાઈએ કરી હતી.

ગીર સોમનાથના વિઠ્ઠલપુર ગામના માછીમાર હરિભાઈએ એક ચિઠ્ઠી લખી અને પાકિસ્તાનથી કોઈ વ્યક્તિ મારફત ચિઠ્ઠી વ્હોટ્‌સએપમાં મોકલાવી. મૃતક ભૂપતભાઈના પરિવારજનોની માગ છે કે, તેમના સ્વજનનો મૃતદેહ તુરંત વતન લાવવામાં આવે.
પાકિસ્તાનની જેલમાં ગુજરાતના સેંકડો માછીમારો સબડી રહ્યા છે. પૂરતો ખોરાક, દવા ન મળવાને કારણે બીમાર પડ્યા બાદ મૃત્યુ પામી રહ્યા છે.

Share.
Exit mobile version