ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બનતાં અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત નિચાણવાળા વિસ્તારમાંથી કુલ ૧૨,૪૪૪ લોકોને કાઢવામાં આવ્યા છે. તેમજ પાણીમાં ફસાયેલા ૬૧૭ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. છેલ્લા ત્રણેક દિવસમાં રાજ્યમાં ૧૨૬ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના પુર પ્રભાવિત વિસ્તારોમાં શાળા કોલેજાેમાં રજા આપી દેવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉકાઈથી ૫૧ કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. વરસાદની આફત વચ્ચે ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૮ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં ૧૨ ઈંચ અને મેંદરડામાં આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ થયો છે.રાજ્યમાં ૨૦૭ ડેમ ૯૩ ટકા ભરાયા છે. રાજ્યના ૯૦ જળાશયોને હાઇએલર્ટ પર મુકાયા છે. જ્યારે ૧૧૧ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા પાણીનો સંગ્રહ, ૩૦ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા જળસંગ્રહ, ૨૩ જળાશયોમાં ૨૫થી ૫૦ ટકા જળસંગ્રહ અનેફક્ત ૧૪ જળાશયોમાં ૨૫ ટકા કરતા ઓછો જળસંગ્રહ થયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ અને જળાશયોમાં નવા નીર આવ્યાં છે. રાજ્યના ૨૮ જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. ૧૧૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૩૦ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૪ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૫.૬૯ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૧૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૫.૮૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૯.૫૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭૮.૭૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૨૭ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૬૩ જળાશયો મળી કુલ ૯૦ જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૮ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૦ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Share.
Exit mobile version