ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવતા જ સરકારી ઈમારતો, સ્કૂલ અને બસોને ભગવા રંગમાં રંગવાનું શરુ કરી દીધું હતું. આ જ ક્રમમાં હમીરપુરમાં સરકારી ઈમારતો અને સ્કૂલ ઉપરાંત એક શૌચાલયને પણ ભગવા રંગે રંગી દીધું હતું. ત્યાર બાદ જે થયું તે ચોંકાવનારું હતું. ટોયલેટ જે રીતે બનાવ્યું હતું અને તેના પર ઉપરથી ભગવો રંગ લગાવ્યો હતો, તેના કારણે જેટલા પણ લોકો ત્યાંથી પસાર થતાં હતા, તેને મંદિર સમજીને પ્રણામ કરતા હતા. આ સિલસિલો એક વર્ષ સુધી ચાલતો રહ્યો. આ વાત જેવી આખા વિસ્તારમાં ફેલાઈ તો, નગર પાલિકાના અધિકારીઓએ ટોયલેટનો રંગ ભગવાથી બદલીને ગુલાબી કરી દીધો.

આ કિસ્સો હમીરપુરના મૌદહા સીએચસીનો છે. જ્યાં નગર પાલિકાએ એક વર્ષ પહેલા શૌચાલય બનાવ્યું હતું. આ શૌચાલયને નગરપાલિકા અને સીએચસીના કોન્ટ્રાક્ટરોએ ભગવા રંગમાં રંગી દીધું હતું. તેનું ઉદ્ધાટન મૌદહાના એસડીએમ અજીત પરેશ અને ચેરમેન રામકિશોરે કર્યું હતું. પણ દૂરથી આ શૌચાલય ભગવા રંગના કારણે મંદિર જેવું દેખાય છે. ત્યારે આવા સમયે સીએચસીમાં આવતા લોકો અને દર્દીઓ આ શૌચાલયને મંદિર સમજીને પ્રમાણ કરવામાં આવ્યા હતા. પણ ગામના લોકોને એ નહોતી ખબર કે આ સંડાસ બાથરુમ છે.

જ્યારે તેઓ નજીક જઈને જાેવે તે હસી હસીને ગોટે વળી જતાં હતા. આ સિલસિલો લગભગ એક વર્ષ સુધી ચાલતો રહ્યો. સ્થાનિક દુકાનદાર હની સિંહે કહ્યું કે, મારી દુકાન ટોયલેટની સામે જ છે. આવતા જતાં લોકો તેને ભગવાન રંગના કારણે મંદિર સમજીને પ્રણામ કરતા હતા. જાે કે, હવે તેને ગુલાબી રંગમાં રંગી દેવામાં આવ્યું છે. આ બાજુ ભગવા રંગના કારણે શૌચાલયને મંદિર સમજવાની વાત સામે આવી તો નગરપાલિકાના ચેરમેન શૌચાલયનો રંગ બદલાવી નાખ્યો. જેનાથી હવે તે શૌચાલય જેવું લાગી રહ્યું છે. નગર પાલિકાના ચેરમેન રામકિશોરે કહ્યું કે, આ ટોયલેટનું બાંધકામ એક વર્ષ પહેલા કરાવ્યું હતું. પણ કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે તેનો રંગ ભગવો કરી દીધો. જેનાથી લોકો છેતરાઈને પ્રણામ કરતા હતા. જ્યારે તેમને આ વાતની જાણ થઈ તો તેમણે તાત્કાલિક તેનો રંગ બદલાવી નાખ્યો.

Share.
Exit mobile version