ફોર્બ્સે ઇન્ડિયા દર વર્ષે ભારતના અમીરોની યાદી જાહેર કરે છે. આ યાદીમાં ભારતના મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જેમની કુલ સંપત્તિ ૯૨ અબજ ડૉલર છે. દરમિયાન ગૌતમ અદાણી ૬૮ અબજ ડૉલરની સંપત્તિ સાથે ભારતની યાદીમાં બીજા ક્રમે છે. ફોર્બ્સ અનુસાર, આ તમામ ૧૦૦ લોકોની સંયુક્ત સંપત્તિ ૭૯૯ ડોલર બિલિયન છે. ગયા વર્ષે અદાણીએ આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

તાજેતરમાં હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ યાદીમાં પણ મુકેશ અંબાણીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મુકેશ અંબાણીની સંપત્તિ દર વર્ષે ચાર ગણી વધી છે. ૨૦૧૪માં અંબાણીની સંપત્તિ ૧,૬૫,૧૦૦ કરોડ રૂપિયા હતી, જે હવે વધીને લગભગ ૮,૦૮,૭૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ વર્ષની શરૂઆતમાં અદાણી ગ્રુપ પર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના નેગેટિવ રિપોર્ટ બાદ શેરબજારમાં અદાણીની તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો અને આ જ કારણ છે કે ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે. જાેકે હવે અદાણીની સંપત્તિમાં નોંધપાત્ર સુધારો થયો છે, પરંતુ તેમની કુલ સંપત્તિ ઘટીને ૬૮ બિલિયન ડોલર થઈ ગઈ છે.

Share.
Exit mobile version