ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભયકંર યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ આ બધામાં ઈઝરાઈલમાં એક જાેવા જેવી ઘટના બની. ઈઝરાઈલના પૂર્વ પીએમ નફ્તાલી બેનેટ યુદ્ધ મોરચે ઉતરી પડ્યાં છે અને તેઓ હવે સૈનિકો સાથે મળીને હમાસના આતંકીઓનો સફાયો કરશે. તેમણે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસના સૈનિકો સાથે પણ હાથ મિલાવ્યા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. બેનેટે પરિસ્થિતિની ગંભીરતા વ્યક્ત કરતાં કહ્યું કે, ઈઝરાયેલના ઈતિહાસનો આ સૌથી પડકારજનક દિવસ હતો. બેનેટે પોતાના પરિવારની પરિસ્થિતિ વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેમના પરિવારે પણ શરણ લીધી છે. બેનેટે એમ પણ કહ્યું કે હમાસના ખતરાની સાથે સાથે આ આતંકી સંગઠનને પણ ખતમ કરવાની જરૂર છે.
નફ્તાલી બેનેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બેનેટ સૈનિકો વચ્ચે પહોંચી ગયા હતા અને તેમનું મનોબળ વધાર્યું હતું. તેઓ ખુદ એક સારા એલિટ કમાન્ડો રહી ચૂક્યા છે અને તેમને દુશ્મનો સામે કેમ લડવું તે સારી રીતે આવડે છે. નોંધપાત્ર વાત એ છે કે, ઈઝરાઇલના તમામ નાગરિકો માટે આર્મી સર્વિસ ફરજિયાત છે. દેશના હાલના ઘણા નેતાઓ પણ આર્મીમાં સેવા બજાવી ચૂક્યા છે. નફ્તાલી બેનેટ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ, સૈરાટ મટકલ અને મેગ્લાનની એલિટ કમાન્ડો યુનિટ રહી ચૂક્યા છે. તેમના જાેડાવાથી સૈનિકોમાં પણ ઉત્સાહ વધ્યો છે. નફ્તાલી બેનેટ જૂન ૨૦૨૧ થી જૂન ૨૦૨૨ સુધી ઈઝરાઇલના વડા પ્રધાન હતા. રાજકારણમાં આવતા પહેલા તેઓ આર્મીમાં હતા અને પોતે એક સારા લડવૈયા પણ છે.