હરિયાણાના બહાદુરગઢમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થઈ ગયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત બહાદુરગઢમાં કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે પર માંડોલી ટોલ પ્લાઝા નજીક સર્જાયો હતો. આ અકસ્માતમાં ૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં એક પુરુષ, એક મહિલા અને બે છોકરીઓ સામેલ છે. આ તમામના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. મહિલાનું નામ અંજલી જણાવવામાં આવી રહ્યું છે.બુધવાર અને મંગળવારે બપોરે ૩ઃ૨૦ કલાકે મંડોથી ગામના ફ્લાયઓવર પાસે આ અકસ્માત થયો હતો. હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી. એક મહિલા અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને પીજીઆઈ રોહતકમાં રિફર કરવામાં આવ્યા છે. આ તમામ પુષ્કર, અજમેર અને ખાટુ શ્યામની મુલાકાત લઈને મેરઠ પરત ફરી રહ્યા હતા. ડ્રાઈવરે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
કારના ડ્રાઈવરે શૌચાલય જવા માટે કારને સાઈડમાં ઉભી રાખી હતી. તેમણે કેએમપી પર રોડ કિનારે કાર ઉભી રાખી હતી. આ દરમિયાન પાછળથી આવેલા કેન્ટેનરે કારને ટક્કર મારી દીધી. જેમાં કારમાં સવાર ૪ લોકોના મોત થઈ ગયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થા હતા. આસૌડા પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસ સ્ટેશને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.