Bollywood news : શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક ફિલ્મ નિર્માતા, અદભૂત ઇન્ટિરિયર અને ફેશન ડિઝાઇનર છે. કપડાની સાથે તેણે ઘણી મોટી હસ્તીઓના ઘર પણ ડિઝાઇન કર્યા છે. ગૌરી ખાન પાસે પણ ઘણી પ્રોપર્ટી છે. હવે તેની સંપત્તિમાં વધુ વધારો થવાનો છે. વાસ્તવમાં ગૌરી ખાને મુંબઈમાં પોતાની પ્રથમ રેસ્ટોરન્ટ ખોલી છે. એટલું જ નહીં તેની નવી રેસ્ટોરન્ટનું કામ પણ સામે આવ્યું છે. ગૌરી ખાનની રેસ્ટોરન્ટનું નામ તોરી છે. આ રેસ્ટોરન્ટ સામાન્ય લોકો માટે ખુલ્લી છે.
ગૌરી ખાને તેના પતિ શાહરૂખ ખાન સાથે મળીને 2002માં રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. આ સિવાય ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે ગૌરી ખાને મુકેશ અંબાણી, રોબર્ટો કેવલી અને રાલ્ફ લોરેન જેવી સેલિબ્રિટીઓના ઘરની ડિઝાઈન તૈયાર કરી છે. ફોર્ચ્યુન મેગેઝિનની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં ગૌરી ખાનનું નામ સામેલ કરવામાં આવ્યું છે. જેની ખૂબ ચર્ચા થઈ હતી.