Gold Price

દેશમાં સોનાના ભાવ સ્થિર રહ્યા છે, જોકે ગયા અઠવાડિયે તેમાં નોંધપાત્ર વધારો થયો હતો. 24 કેરેટ સોનાના ભાવમાં લગભગ ₹5,010 નો મોટો ઉછાળો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹95,810 અને 22 કેરેટનો ભાવ ₹87,840 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં 22 કેરેટનો ભાવ ₹87,740 અને 24 કેરેટનો ભાવ ₹95,690 પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ, ચાંદી આજે ₹1,10,000 પ્રતિ કિલો પર સ્થિર છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય હોલમાર્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવી છે. 24 કેરેટ માટે 999, 23 કેરેટ માટે 958, 22 કેરેટ માટે 916, 21 કેરેટ માટે 875 અને 18 કેરેટ માટે 750 હોલમાર્ક આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે, 22 કેરેટનું સોનું સૌથી વધુ વેચાય છે, પરંતુ કેટલાક લોકોએ 18 કેરેટના દાગીનાનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. જેમ જેમ કેરેટની સંખ્યા વધે છે તેમ તેમ શુદ્ધતા પણ વધે છે.

ભારતમાં સોનાના ભાવને ઘણા પરિબળો અસર કરે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર, કસ્ટમ ડ્યુટી અને રૂપિયાના મૂલ્યમાં ફેરફાર પણ સોનાના ભાવમાં વધઘટનું કારણ બને છે. તેથી, સોનામાં રોકાણ કરતા પહેલા બજારની સ્થિતિ અને દરોની સમીક્ષા કરવી જરૂરી બની જાય છે.

Share.
Exit mobile version