Business news : EPFO Interest Rate Latest Update:એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)ને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. EPFOના લગભગ 6 કરોડ કર્મચારીઓને વ્યાજ દરની ભેટ મળી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ વર્ષ 2023-24 માટે વ્યાજ દર વધારીને 8.25 ટકા કરવાની જાહેરાત કરી છે. આ સાથે કર્મચારીઓને ગત વર્ષ કરતા વધુ વ્યાજ મળશે.

આ 3 વર્ષમાં સૌથી વધુ વ્યાજ દર છે. વર્ષ 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા હતો. 2021-22 માટે વ્યાજ દર 8.10 ટકા હતો. 2020-21 માટે વ્યાજ દર 8.5 ટકા હતો, પરંતુ હવે 2023-24માં વ્યાજ દર 8.15 ટકા રહેશે. EPFOની નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ શનિવારે યોજાયેલી મહત્વની બેઠક માં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

Share.
Exit mobile version