ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. લોકપ્રિય ઓટીટીપ્લેટફોર્મ ડિઝની હોટસ્ટારએ એશિયા કપ ૨૦૨૩ અને વનડે વર્લ્ડ કપ જેવી બે મહત્વપૂર્ણ ક્રિકેટ ટુર્નામેન્ટ જાેવા માટે મોબાઇલ યુઝેર્સને ફ્રી સ્ટ્રીમિંગ આપવાની તૈયારી દર્શાવી છે. એશિયા કપ ટુર્નામેન્ટ શરૂ થવામાં માત્ર ૯ દિવસ બાકી છે, જ્યારે વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહ્યો છે.
વર્ષોથી ઓટીટીસર્વિસ પ્રોવાઈડર ડિજિટલ યુઝર્સમાં વધારો કરવા માટે ઘણી અલગ અલગ માર્કેટિંગ સ્કીમ્સ લાવતા રહ્યા છે. જેમાંથી ઘણી સ્કીમ્સ ખૂબ જ સારી રહે છે. રસપ્રદ વાત એ છે કે, ડિઝની હોટસ્ટારએ એક ઝુંબેશ શરૂ કરીને માર્કેટિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ રહ્યું છે, જે મોબાઈલ પર ‘ફ્રી સ્ટ્રીમિંગ’ પર ભાર મૂકે છે. જેના માટે માત્ર ડિઝની હોટસ્ટાર એપની જરૂર રહેશે. ડિઝની હોટસ્ટારની તાજેતરની જાહેરાત મુજબ, મોબાઇલ એપ્લિકેશન પર ટૂર્નામેન્ટનું સ્ટ્રીમિંગ ફ્રીમાં થશે. તેમજ તમે બીગ સ્ક્રીન પર પણ મેચનો આનંદ લઈ શકશો, પરંતુ આ માટે તમારે ડિઝની હોટસ્ટારસબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. ૨૦૨૩ના એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ એમ ૬ ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં ૬ ટીમોને ત્રણ-ત્રણના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. એક ગ્રુપની ટીમો એક બીજા સાથે સિંગલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર ફોર્સમાં આગળ વધશે, જ્યાં ચાર ટીમો એક રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજા સામે ટકરાશે. સુપર ફોર સ્ટેજ પછી ટોચની બે ટીમો ફાઈનલ માટે ક્વોલિફાય થશે.