અમેરિકાની સરકારી મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ અનેક કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. આમાં ગૂગલના CEO (Google CEO) સુંદર પિચાઈ પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ સુંદર પિચાઈએ જાહેરાત કરી કે તેઓ ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલશે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી અને સુંદર પિચાઈ વચ્ચે આ મુલાકાત શુક્રવારે વોશિંગ્ટનમાં થઈ હતી.

પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ સુંદર પિચાઈએ કહ્યું કે, “PM મોદીને તેમની ઐતિહાસિક યુએસ મુલાકાત દરમિયાન મળવું ખૂબ જ સન્માનની વાત છે. અમે વડા પ્રધાનને કહ્યું છે કે Google ભારત માટે તેના ડિજિટલ ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરવા જઈ રહ્યું છે. અમે ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવાની જાહેરાત કરીએ છીએ.

સુંદર પિચાઈએ પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે અન્ય દેશો પણ આ બ્લૂ પ્રિન્ટ અપનાવી રહ્યા છે.

તેમની યુએસ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ગૂગલ સિવાય ઘણી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં ટેસ્લા કાર કંપનીના માલિક એલોન મસ્ક, ચિપ ઉત્પાદક માઈક્રોનના સીઈઓ સામેલ છે.

Share.
Exit mobile version